આગથળા પોલીસ સ્ટેશનના PSI બી.કે.ગોસ્વામી રૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયા

આગથળા પોલીસ સ્ટેશનના PSI બી.કે.ગોસ્વામી રૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયા
Spread the love

બનાસકાંઠાના પોલીસ ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે ફરિયાદ દાખલ કરવાની મૂળભૂત ફરજ હોવા છતાં પીએસઆઇએ લાંચ માગી હતી ગુનો નોંધવા ફરિયાદી પાસે 40000/- માંગણી કરતા એસીબીને જાણ કરી હતી આથી પાલનપુર સ્થિત લાંચ રૂશ્વત વિરોધી ટીમે છટકું ગોઠવી આગથળા પોલીસ સ્ટેશનના પીએસઆઈને નાણાં સ્વીકારતા આબાદ ઝડપી લીધા હતા ફરિયાદ સામે લાંચ લેવાની ઘટનાથી પારદર્શકતા સામે અત્યંત ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના આગથળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ACB ના છટકામાં ઝડપાઇ ગયા છે અગાઉ સ્થાનિક ઘટના સંદર્ભે નાગરિક ફરિયાદ દાખલ કરવા આગથળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જેની સામે પીએસઆઇ ભુરાભારથી કૈલાશભારથી ગૌસ્વામીએ શરૂઆતમાં જાણવા જોગ લઈ ફરિયાદ ટાળી હતી જોકે રજૂઆત કરતાં ઘટના મામલે ફરિયાદ દાખલ કરવા ઇચ્છતા પીએસઆઇ ગૌસ્વામીએ 40000/- ની લાંચ માંગી હતી ફરિયાદ સામે લાંચની માંગણી આવતા રજૂઆત કરનાર વ્યક્તિ ચોંકી ગયા હતા.

જાણવા જોગ આપનાર વ્યક્તિએ બનાસકાંઠા એસીબીનો સંપર્ક કર્યો હતો આથી એસીબી પીઆઇ કે.જી પટેલની ટીમે ડીસા રાજમંદિર પાસે હાથલા પોલીસના પીએસઆઇ ગૌસ્વામીને લાંચની રકમ ૪૦૦૦૦/- સ્વીકારતા રંગેહાથે ઝડપી લીધા હતા બનાસકાઠા જિલ્લાના મહત્વના ગણાતા આગથળા પોલીસ મથકના પીએસઆઇને ફરિયાદ સામે લાંચ લેવાની ઘટનાથી ખળભળાટ મચ્યો છે બનાસકાંઠા જિલ્લા પોલીસથી માંડી રેન્જ કચેરી સુધી પીએસઆઇની કરતું ચર્ચાસ્પદ બની છે.

IMG-20200708-WA0062.jpg

Right Click Disabled!