આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત નાજૂક

આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત નાજૂક
Spread the love

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત અત્યંત નાજૂક છે. 78 વર્ષના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી 3 દિવસથી વેન્ટિલેટર પર છે તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. અને છેલ્લા 11 દિવસોથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમને ફેફસામાં ઇન્ફેકશન થયું છે. તેઓ ઝડપથી સાજા થાય તે માટે મણિનગર ગાદી સંસ્થાન હેઠળના અમદાવાદ સહિત વિશ્વભરના મંદિરોમાં ધૂન થઈ રહી છે.તો હરિભક્તો પણ તેમના ઘરે ધૂન કરી રહ્યા છે.

મહત્વનું છે કે મણિનગર ગાદી સંસ્થાનના અન્ય 7થી વધુ સંતો પણ કોરોનાનો શિકાર બન્યા હતા. તેઓ હવે સાજા થઇ જતા મંદિરે પરત ફર્યા છે. જ્યારે આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીની તબિયત વધારે ખરાબ થઈ છે. સૂત્રોની જાણકારી મુજબ સ્વામીજીની સારવાર માટે ખાસ મુંબઈથી નિષ્ણાત તબીબોને બોલાવાયા છે. ઘણા વર્ષો પહેલા તેમની બાયપાસ સર્જરી પણ કરવામાં આવી હતી.

orig_swami_1594325654.jpg

Right Click Disabled!