આજવા રોડ પર પોલીસ બંદોબસ્ત સાથે કવોરેન્ટાઈન સેન્ટર ચાલુ કરાયું…

આજવા રોડ પર પોલીસ બંદોબસ્ત સાથે કવોરેન્ટાઈન સેન્ટર ચાલુ કરાયું…
Spread the love

વડોદરા
તાજેતરમાં વડોદરા શહેરમાં થી ત્રણ કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે.આ લોકોના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને નિર્ધારિત 14 દિવસના સમયગાળા માટે સંપૂર્ણ પણે સંપર્ક મુક્ત અને મેડિકલ સુપરવિઝન હેઠળ રાખવાની તકેદારી માટે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના આદેશ અને સૂચના થી આજવા રોડ પર આવેલા અને ખૂબ મોકળાશ ધરાવતા સ્ટેટ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ઇન્સ્ટિટ્યૂટ ખાતે 72 પથારીઓ ની સુવિધા સાથે અલાયદું કવોરેંટાઈન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.હાલમાં અહીં કોરોના પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા 24 લોકોને સંપર્ક મુક્ત રહી શકે એ રીતે રાખવામાં આવ્યા છે.
આ સેન્ટર ખાતે પ્રવેશ નિયંત્રણ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી કોઈ અનધિકૃત વ્યક્તિ પ્રવેશી શકશે નહિ અને સંપર્ક મુક્તિની નિર્ધારિત અવધિ દરમિયાન અત્રે રાખવામાં આવેલી વ્યક્તિઓ ઉચિત પરવાનગી વગર આ સ્થળ છોડી જઈ શકશે નહિ.કોરોના નો ફેલાવો અટકાવવા સંપર્કમાં આવેલી વ્યક્તિઓને બહારના લોકો અને નિકટના લોકોના સંપર્ક થી સંપૂર્ણ મુક્ત અને નિરીક્ષણ હેઠળ રાખવા અનિવાર્ય છે.આ સેન્ટર તેને માટે ખૂબ ઉપયોગી બની રહેશે.

Right Click Disabled!