આજે જનતા કર્ફયુના દિવસે આપણે બહાર ન નિકળીએ અને દેશની સેવા કરીએ – રાજપીપળા કલેકટર મનોજ કોઠારી

આજે જનતા કર્ફયુના દિવસે આપણે બહાર ન નિકળીએ અને દેશની સેવા કરીએ – રાજપીપળા કલેકટર મનોજ કોઠારી
Spread the love
  • મહામારીના સમયમાં આપણે બને ત્યાં સુધી ધરની બહાર ન નિકળીએ અને લોકસંર્પકથી દૂર રહીએ
  • કોરોના વાયરસના સંક્રમણને નિવારવાની કામગીરીમાં પ્રજાકીય સહયોગ માટે જાહેર અપીલ

રાજપીપલા,
નોવેલ કોરોના વાયરસ (COVID-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ધ્વારા વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે તેમજ કોરોનાના વાયરસની આ મહામારીની અસર ભારત દેશમાં પણ થઇ રહી છે અને ગુજરાત રાજય પણ તેમાંથી બાકાત રહયું નથી તેમ જણાવી નર્મદા જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ નર્મદા જિલ્લાના નાગરિકો અને પ્રજાજનોને જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે, આવા સંજોગોમાં સમાજસેવાના ભાગરૂપે આપણે પણ જાગૃત થઇએ અને આપણે સ્વસ્થ રહીએ- સમાજને સ્વસ્થ રાખીએ. આ મહામારીના સમયમાં આપણે બને ત્યાં સુધી ધરની બહાર ન નિકળીએ અને લોકસંર્પકથી દૂર રહીએ, જેનાથી આપણે આપણી જાતને પણ બચાવી શકીએ અને સમાજના અન્ય લોકોને પણ ઉપયોગી થઇ શકીએ.

આવતીકાલ તા. ૨૨/૩/૨૦૨૦ ના રોજ દેશના વડાપ્રધાનશ્રી ધ્વારા જનતા કર્ફયુ જાહેર કરવામાં આવ્યું છે. આ જનતા કર્ફયુના દિવસે આપણે ધરની અંદર રહીએ અને બહાર ન નિકળીએ અને દેશની સેવા કરીએ. ધરમાં રહીને દેશની સેવા કરવાનો આ પ્રસંગ છે, જેનો આપણે બધાંજ લાભ લઇએ અને આ મહામારીમાં સમાજને ઉપયોગી બનીએ. રવિવારના દિવસે સાંજે પાંચ વાગીને પાંચ મિનિટ સુધી આ મહામારીના સમયમાં રાત દિવસ જોયા વગર જે ર્ડોકટરો, નર્સો સહિતનો મેડીકલ સ્ટાફ, અન્ય સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને સેવાભાવી સંસ્થાઓ એક સાથે દિન-રાત કામગીરી કરી રહી છે તેમનો આપણે થાળી-ધંટ વગાડી આભાર વ્યકત કરીએ અને આભાર વ્યકત કરવાની આ બાબતને આપણે સહર્ષ સ્વીકારીએ તેવી શ્રી કોઠારીએ જાહેર અપીલ કરી છે.

Right Click Disabled!