આજે તને નહીં છોડું કહીને નરાધમે જાહેરમાં જ યુવતીનું ટી-શર્ટ ફાડી નાખ્યું

Spread the love

અમદાવાદ,
એક તરફ સમગ્ર દેશની અંદર મહિલા સશÂક્તકરણની વાતો કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ મહિલાઓ પર થતા અત્યાચારના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ક્્યાંક મહિલાઓની છેડતી તો ક્્યાંક મહિલાઓ પર દુષ્કર્મના બનાવો બની રહ્યા છે. અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં નરાધમોની વધુ એક કરતૂતનો કિસ્સો સામે આવ્યો છે.
સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, ગુરુવારે મોડી સાંજે લગભગ આઠ વાગ્યાની આસપાસથી તેના પાડોશમાં રહેતા એક મહિલા સાથે તે દવાખાને જઇ રહી હતી. આ દરમિયાન લલન નામના છોકરાએ તેને આંખથી ગંદો ઈશારો કર્યો હતો. ત્યારબાદ તેની સાથે ઉભેલા અન્ય ચાર નરાધમોએ તેને ઘેરી લીધી હતી. આ દરમિયાન યુવતી અને તેની સાથે રહેલી મહિલાએ આ યુવાનોને આવું ન કરવાનું કહેતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.
જે બાદમાં લલન નામના યુવાને યુવતીનો હાથ પકડી લીધો હતો. આ સમય દરમિયાન યુવતીના ભાઈઓ આવી ગયા હતા, પરંતુ આરોપીઓએ તેમને પણ માર માર્યો હતો. એટલું જ નહીં લલન નામના છોકરાએ યુવતીનો દુપટ્ટો ખેંચી લીધો હતો. સાથે એવું કÌšં હતું કે, ‘આજે તો તને નહીં છોડુ.’ આવું કહીને યુવકે યુવતીની છાતી પર હાથ નાખવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી ખસી જતાં આરોપીના હાથમાં યુવતીનું ટી-શર્ટ આવી ગયું હતું. આરોપીએ યુવતીનું ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સાબરમતી પોલીસને કરતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Right Click Disabled!