આજે વિશ્વ પિતૃ વંદના દિવસ

Spread the love
  • જે મોટા ભાગે ઘરથી દુર રણ મોરચે હોય છે એવા ફૌજી પિતાની લાડકી દીકરીની સંવેદના…
  • મારા પિતા એમનો જન્મ દિવસ હોય કે ફાધર્સ ડે મોટે ભાગે એમની છાવણીમાં હોય છે અને એમના વગર જ અમે આ દિવસો ઉજવીએ છે: માતૃભૂમિની સુરક્ષા માટે તેઓ અમારા થી દુર રહે છે એ અમારે મન ગર્વની વાત છે: નીતા..

વડોદરા,
એ યુવાન દીકરીનું નામ નીતા (નામ બદલ્યું છે) છે. સરહદ નજીકના એક ગામની વતની આ દીકરી એ ઉચ્ચ શિક્ષણ લઇ રહી છે. જૂન મહિના ના ત્રીજા રવિવારે ઉજવાતા ફાધર્સ ડે અથવા વિશ્વ પિતૃ વંદના દિવસે એ વ્હાલા પિતાના જન્મ દિવસે ખૂબ જ અલગ સંવેદનાઓ અનુભવે છે કારણ કે એના પિતા એક ફૌજી છે અને આવા દિવસો એ પણ એ મોટે ભાગે લશ્કરી છાવણીમાં કે કોઈ મોરચે દેશની સુરક્ષાની જવાબદારી અદા કરતા હોય છે. આ દિવસે જો એમનો ફોન સંપર્ક થઈ જાય, વિડિયો કોલથી વાત થઈ જાય કે વોટસ એપ ચેટ થઈ જાય તો હાજરાહજૂર એ મળી ગયા કે ખૂબ મોટી ભેટ મળી એવી લાગણી નીતા અને તેનો સમગ્ર પરિવાર અનુભવે છે.

જેમના પિતા લશ્કરની કોઈ પાંખમાં હોય, નબી.એસ.એફ.જેવા અર્ધ લશ્કરી દળમાં હોય એ બધાના સંતાનો આ દિવસે, નીતાની જેમજ એક અલગ પ્રકારની લાગણી અનુભવતા હોય છે. તેમાં પણ હાલ ચીન કે પાકિસ્તાનના મોરચે કે અન્ય કોઈ સરહદ પર કે કોરોના વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ અદા કરતા હોય એવા પિતાના સંતાનો એક ચિંતા મિશ્રિત ગૌરવની લાગણી અનુભવતા હોય છે. એક તરફ પિતા હેમખેમ રહે અને એમની ફરજમાં સફળ થાય એની સતત પ્રાર્થના મનોમન કરતાં હોય છે અને બીજી તરફ એમના પિતા માતૃભૂમિ માટે જોખમ વહોરી, પરિવારથી દુર એકલા રહી કર્તવ્ય અદા કરી રહ્યા છે એ વિચારથી ગૌરવની લાગણી પણ અનુભવી રહ્યા હોય છે. આજે જૂનના ત્રીજા રવિવારે ઉજવાતા ફાધર્સ ડે પ્રસંગે નીતા પણ કંઇક આવો જ અનુભવ કરી રહી છે.

એ ખૂબ લાગણી અને સંવેદના સાથે જણાવે છે કે પિતા, શબ્દ સાંભળતા જ દરેકના મનમાં કડક સ્વભાવી વ્યક્તિ અને ઘરમાં નિયમોનું પાલન કરાવનાર વ્યક્તિરૂપી વ્યાખ્યા આવી જાય. પણ એજ વ્યક્તિમાં ની જેમ લાગણીઓનો અપાર સાગર છે. એ વ્યક્તિ પ્રેમની અખૂટ લાગણીઓ વસાવનારો પણ છે. માં વઢેને તો બાળક ની સૌથી પહેલા ફરિયાદ સાંભળનાર પણ પિતા જ હોય છે. પોતે ભલે દિવાળીના દિવસે નવા કપડાંની જોડીના ખરીદે પણ છોકરાઓને નવા કપડાં, ફટાકડાને ઘરને મીઠાઈ વગર ક્યારે સૂનાના રાખે તે પિતા. એક પિતા ગમે તેટલી મુશ્કેલીઓ પોતાના જીવનમાં અનુભવતો હોય, પણ તેની એક પણ કિરણ પોતાના પરિવાર સુધી નહી પહોંચવા દે. આવી બધી પ્રકારની લાગણીઓ એક પિતા ની કોઈ સૌથી વધુ સમજી શકે તો તે છે પુત્રી. આમ તો પિતા પુત્રનો સંબંધ પણ ખુબ સારા મિત્રોનો હોય છે પણ પિતા પુત્રીની લાગણીઓ શબ્દો ખુટી જાય પણ લાગણીનો સાગરના ખૂટે એવી બાબત છે.

નીતા તેના પરિવાર ની ખુબ પ્રેમાળ અને લાડકવાયી છે પણ તે પોતાના પિતાની ખુબ નજીક છે. હેત અને પ્રેમ સાથે તેને દેશ રક્ષક તેના પિતા માટે ગર્વ ની લાગણી પણ ખુબ છે. તેના પિતા તેના માટે સુપરહીરો છે. આમ તો હરેક બાળક માટે તેના પિતા સુપર હીરો જ હોય છે પણ નીતા માટે તેના પિતા સરહદ પર પોતાની ધરતીમાં નું રક્ષણ કરતા હોય એનાથી અદકેરી ગર્વની વાત અન્ય કોઈના હોઇ શકે એવી એની અનુભૂતિ છે. નીતા કહે છે તેના પિતા અને તેનો સંબંધ બાપ દીકરી કરતા મિત્રો જેવો વધારે છે. તેઓ નિયમિત થઇ શકે એટલું તેના સાથે સંપર્ક કરી તેના હાલ ચાલ અને અંગત બાબતો દૂર રહી સાંભળવાનો પ્રયાસ કરતા હોય છે. નીતા કહે છે કે આજના મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં તેઓ ઘણી વખત પત્ર વ્યહવાર થી પોતાની લાગણીઓ વ્યક્ત કરવી વધારે પસંદ કરે છે.

વર્ષ માં ૨ થી ૩ વખત મળવા જયારે નીતાના પપ્પા રજા લઇ ઘરે આવવાના હોય ત્યારે તેમના ઘર માટે તે તહેવાર માણવાના દિવસો બની રહે છે. આવો જ એક પ્રસંગ યાદ કરતા નીતા જણાવે છે પુલવામા એટેક દરમિયાન તેના પિતા ઘરે છુટ્ટી પર આવવાના હતા એને સંજોગવત તે દરમિયાન તેમનો જન્મદિવસ પણ આવવાનો હતો. અહીં ગામમાં પરિવાર તેમની સાથે તેમનો જન્મદિવસ મનાવવાની તૈયારીમાં લાગી ગયો હતો. આવવાના એક દિવસ પૂર્વે જ પુલવામાં એટેક થયો. ઘરમાં બધા જ ચિંતાતુર બની ગયા. શું થયું? નીતાના પપ્પા હેમ – ખેમ છે કે શું? અને આવા કેટલાક પ્રશ્નો બધાને ચિંતાતુર કરવા લાગ્યા. ભગવાનના જાપ અને પ્રાર્થનાઓ થવા લાગી ત્યારે જ ફોનની રિંગ વાગી અને નીતા અને બધાના જીવમાં જીવ આવ્યો જયારે મોબાઈલ પર નીતાના પિતાનો ફોન જોયો . તેના પિતા એ તેઓ હેમ- ખેમ છે સાથે એમ પણ કહ્યું કે તેઓ આ વખતે ઘરે નહી આવી શકે કારણકે દ્દેશને તેમની જરૂરત છે એવી સુચના પણ આપી ફોન મૂકી દીધો. ઘરમાં દુઃખી તો ખુબ થયા પણ નીતા એ બધાને સમજાવતા એવું કહ્યું કે તેના પિતા ખુબ બહાદુરી અને બલિદાનનું કામ કરી રહ્યા છે તો આપણે પણ આટલું બલિદાનના આપી શકીએ! બધા એ આ વાત સમજી અને નીતાના પિતા વગર એમનો જન્મદિવસ ઉજવી એમના લાંબા આયુષ્યની કામના કરી. આજે વિશ્વ ફાધર્સ ડે ના દિવસે નીતા ખુબ બધી લાગણીશીલ થઇ કહે છે તે તેના પિતાથી પ્રેમ તો ખુબ કરે છે પણ તેનાથી વધારે તેઓ ધરતીમાં ના પુત્ર બની તેની રક્ષા કરવાનું હરદમ પ્રણ લઇ જીવે છે તેનું તેને વધારે ગર્વ છે. આ માત્ર નીતાની વાત નથી. લસ્કરમાં જેઓ ફરજ બજાવે છે એ તમામ બહાદુર સૈનિકોના સંતાનોની લાગણીઓની આ સંવેદના કથા છે.

જેમના પિતા ફૌજી છે એમને દરેક દિવસની એમની ક્ષેમકુશળ પિતૃ દિવસ ઉજવ્યા જેવો આનંદ આપે છે. એમના મનમાં એક જ આરત હોય છે. સાત સમંદર પાર કે, ગુડીયોં કે બાજાર સે, નન્હી સી ગુડિયા લાના, ગુડીયા ચાહેના લાના, પપ્પા જલ્દી આ જાના. આપણે પણ આજના પિતૃ વંદના દિવસે ભગવાન આવા ફૌજી પિતાના સંતાનોની અપેક્ષા પૂરી કરી, એમને સલામત રહીને દેશની રક્ષા કરવાની તાકાત આપે એવી નમ્ર પ્રાર્થના કરીએ.

Right Click Disabled!