આજે સમી સાંજે કડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

આજે સમી સાંજે કડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Spread the love

કડી શહેર તથા તાલુકામાં સમી સાંજે વીજળીના કડાકા તથા મેઘ ગર્જના સાથે ભારે વરસાદ આવ્યો. જેને કારણે ગરમીના ઉકળાટ થી ત્રાહિ મામ પોકારી ઉઠેલ કડી નગરજનો માં આનંદ ની લહેર પ્રસરી જવા પામી. વૃક્ષો પણ જાણે વરસાદી માહોલ માં મોજમાં આવી ને નાચી ઉઠ્યા હોય એમ લહેરાતા જોવા મળ્યા. સમસ્ત પ્રકૃતિ મનમોહક બની ઉઠી.

ધરા ને જાણે કે તરબોળ કરવા જ મેઘરાજા પધાર્યા હોય એમ કાળા ડિબાંગ વાદળો અને વીજળી ના તડાકા સાથે થોડા જ સમયમાં ધરા ને તરબોળ કરી મૂકી. પરંતુ આવા મનમોહક મોસમમાં પણ અમુક વિસ્તારોના લોકો ને પરેશાની વેઠવી પડી. કડી ના જકાતનાકા વિસ્તારમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહનચાલકો ને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. આ રંગીન આહલાદક વરસાદે પણ પ્રિ-મોનસૂન કામગીરી ની પોલ ખોલી નાખી હતી.

IMG-20200715-WA0013.jpg

Right Click Disabled!