આણંદ કલેક્ટરે સેવાનિવૃત થતા પ્યૂનનું અનોખી રીતે સન્માન કરી વિદાય આપી

આણંદ કલેક્ટરે સેવાનિવૃત થતા પ્યૂનનું અનોખી રીતે સન્માન કરી વિદાય આપી
Spread the love

આણંદ કલેક્ટર કચેરીના પ્યૂન ફતેહસિંહ વયમર્યાદાના કારણે સેવાનિવૃત થઈ રહ્યા હતા. ઓફિસમાં શુક્રવારે તેમનો છેલ્લો દિવસ હતો. આખીજિંદગી જે ઓફિસમાં નોકરી કરી ત્યાંથી વિદાય લેતા પહેલા તેઓ પોતાના અધિકારીને મળવા માટે તેમની ઓફિસ પહોંચ્યા અનેપછી જે તેમની સાથે થયું તેઓ જીવનભર ક્યારેય નહીં ભૂલી શકે. ઓફિસરને મળીને બહાર આવતી વખતે ફતેહસિંહ તેમની સાથેજીવનભરનું એક સંભારણું અને મીઠી યાદ સાથે લેતા આવ્યા હતા. આણંદ કલેક્ટર કચેરીના પ્યૂન ફતેહસિંહ ચુડાસમા શુક્રવારે સેવા નિવૃત થતાં કલેક્ટર આર.જી ગોહીલને મળવા માટે તેમની ઓફિસપહોંચ્યા હતા.

કલેક્ટરે તેમને પોતાની ખુરશી પર બેસાડીને ખાસ સન્માન આપ્યું અને જીવનની અદભૂત યાદો સાથે વિદાય આપી. આ સાથે સ્ટાફના અન્ય સભ્યોએ પણ ફતેહસિંહ ચુડાસમાને સન્માન આપી વિદાય આપવામાં આવી. બીજી તરફ કલેક્ટર દ્વારાઆપવામાં આવેલા આ સન્માનની પણ ઓફિસ તેમજ આણંદમાં ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં લોકો કલેક્ટરની ખુરશી પર બેઠેલા ફતેહસિંહ અને બાજુમાં ઉભેલા કલેક્ટર ગોહિલ સાહેબનો ફોટો શેર કરી કલેક્ટર ગોહિલ સાહેબે ફતેહસિંહને આપેલા સન્માન વખાણ કરી રહ્યા છે.

Screenshot_20200802_093155.jpg

Right Click Disabled!