આદિવાસીઓને છેતરતી ચિટફંડ કંપનીઓ પૈસા લઈ રફ્ફુચક્કર

આદિવાસીઓને છેતરતી ચિટફંડ કંપનીઓ પૈસા લઈ રફ્ફુચક્કર
Spread the love

તાપીમાં વ્યારા અને સોનગઢ જેવા વિસ્તારોમાં લોભામણી જાહેરાત બતાવીને ઓસ્કાર, સહારા, વિશ્વમિત્રી અને માઈક્રોફાઈનાન્સ જેવી ખાનગી સંસ્થાઓમાં ગરીબ આદિવાસીઓએ પોતાની બચતના રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ કેટલીક સંસ્થાઓ અમુક કારણોસર બંધ થઈ જતા ગરીબોને તેમના રૂપિયા ગુમાવાનો વારો આવ્યો. જેથી ચિટફંડ કંપનીનો ભોગ બનનાર ગરીબ પીડિતોએ પીડિતોને ન્યાય આપોના સૂત્ર વાળા માસ્ક પહેર્યા અને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને તેમણે તંત્રને રજૂઆત કરી હતી. અહીં મહત્વનું છે કે, અંદાજે 2000 જેટલા પિડિતોની અરજીઓ રજૂ કરીને કલેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી.

ગરીબ લોકોના પૈસા ફસાતા કલેક્ટરને રજૂઆત કરી
તાપી જિલ્લાના ગરીબ આદિવાસીઓ એ પોતાની મેહનતની કમાણીના રૂપિયાની બચત થાય એ હેતુથી જિલ્લામાં આવેલ વિવિધ ખાનગી સંસ્થાઓમાં પોતાના પૈસા મુક્યા હતા, જે સંસ્થાઓ ગત દિવસો દરમ્યાન બંધ થઈ જતા ગરીબોએ પોતાની મેહનતના પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે, જે પૈસા જલ્દીથી મળે એ હેતુથી આજે જિલ્લા કલેકટર કચેરીએ એક અવાજ એક મોર્ચોના આગેવાનો અને પીડિતો એ ન્યાય આપોના સૂત્ર વાળા માસ્ક પહેરી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

2000 જેટલા આદિવાસી પરિવારના પૈસા ફસાયા
મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ જેવા વિસ્તારોમાં લોભામણી જાહેરાત બતાવી ઓસ્કાર, સહારા, વિશ્વામિત્રી, માઇક્રોફાઈનાન્સ જેવી અનેક ખાનગી સંસ્થાઓમાં જિલ્લાના ગરીબ આદિવાસીઓએ પોતાની બચતના પૈસા જમા કરાવ્યા હતા, પરંતુ આવી કેટલીક ખાનગી સંસ્થાઓ આજે કોઈને કોઈ કારણોસર બંધ થઈ જતા ગરીબો એ આજે એ પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે, જેને લઇ પૈસા ગુમાવનાર અને આવી ચિટફંડ કંપની નો ભોગ બનનાર કેટલાક લોકો અને આગેવાનો એ ભેગા મળી કોરોના મહામારીને કારણે આજે સમગ્ર દેશ અને રાજ્ય માં માસ્ક ફરજીયાત થઇ જતા માસ્ક પર “પીડિતો ને ન્યાય આપો” ના સૂત્ર વાળા માસ્ક પહેરી જિલ્લા કલેકટર કચેરી એ પોહચી તંત્ર ને રજુઆત કરી અંદાજે ૨૦૦૦ જેટલા પિડિતોની અરજીઓ રજુ કરવામાં આવી હતી.

ROMEL-SUTARIYA-960x640.jpg

Right Click Disabled!