આધારકાર્ડ સેન્ટર બંધ કરાયા,જાહેરમાં થૂંકતા ૪૩ લોકો પાસેથી રૂ. ૨૧,૫૦૦નો દંડ વસૂલાયો

Spread the love

રાજકોટ,
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી ૩૦ માર્ચ સુધી આધાર કાર્ડ સેન્ટર કરાયા બંધ છે. લોકોની ભીડ ન વધે તે માટે બંધ છે. જંગલેશ્વર વિસ્તારમાં ૨૪ કલાક આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે. જંગલેશ્વર વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્ર ૨૪ કલાક ખુલ્લા રાખવા સૂચના આપવામાં આવી છે. લોકોને ટેક્સ ચૂકવવા કે ફરિયાદ કરવા ઓનલાઇન માધ્યમ અપનાવવા સૂચન કરાયું છે. ગાર્ડન બંધ ચા-પાનના ગલ્લા બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવવા મહાનગરપાલિકાના ચોવીસ કલાક કાર્યરત્ત રહેતા કોલ સેન્ટરના ફોન નંબર ૦૨૮૧ ૨૪૫૦૦૭૭ ડાયલ કરી શકે છે. મવડી ઉમિયા ચોક ખાતે કોરોના વાયરસની સામે રાજકોટની પ્રજાજનોને સાવચેતીના ભાગરૂપે ૧૦ હજાર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને અટકાવવાના ભાગરૂપે કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેરમાં થૂંકનાર સામે કડક પગલા લેવા અંગે આદેશ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને પૂર્વ ઝોનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તા. ૨૦ માર્ચના રોજ જાહેરમાં થૂંકવાના જાહેરનામાના ભંગ સબબ ત્રણેય ઝોનમાં ૪૩ આસામીઓ પાસેથી કુલ રૂ. ૨૧,૫૦૦નો દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે.

Right Click Disabled!