આપઘાત કરવાની ધમકી આપી યુવકે યુવતિ સાથે લગ્ન કરી માર માર્યો

Spread the love

અમદાવાદ,
શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવતી પીજીમાં રહેતી હતી ત્યારે એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવક તેને એકતરફી પ્રેમ કરતો હતો. પણ યુવતી લગ્ન માટે હા-ના કહેતા આ યુવકે પ્રેમમાં પાગલ બનીને વીડિયો કોલ કર્યો હતો. યુવકે બારીમાંથી કૂદીને આપઘાત કરતો હોવાનો સીન ઉભો કરતા જ યુવતી લગ્ન માટે તૈયાર થઈ હતી. પણ બાદમાં નશો કરીને પત્નીને માર મારતા ગણતરીના દિવસોમાં જ આ સબન્ધોનો વિવાદ પોલીસસ્ટેશન પહોંચ્યો છે.

જજીસ બંગલો રોડ પર આવેલા આશ્રય એપાર્ટમેન્ટ માં રહેતી મહિલા અગાઉ આજ ફ્લેટમાં પીજી તરીકે રહેતી હતી. થોડા માસ પહેલા પાડોશી યુવક કુલદીપ પરીખ સાથે તે સંપર્કમાં આવી હતી. બાદમાં કુલદીપ પરીખ એ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પણ આ વેલેન્ટીના એ મનાઈ કરી માતાપિતાના ત્યાં રહેવા જતી રહી હતી.

બાદમાં આ પ્રેમમાં પાગલ કુલદીપે વેલેન્ટીના ને વિડીયો કોલ કરી લગ્ન નહિ કરે તો આપઘાત કરી લઈશ તેવી ધમકીઓ આપી અને વિડીયો કોલ કરીને રસોડાની બારીમાંથી ફૂદવા જતો હતો. અચાનક જ આ દ્રશ્યો જાઈને વેલેન્ટીના ગભરાઈ ગઈ અને ત્રીજી ફેબ્રુઆરીએ લગ્ન કરી ૧૧મી માર્ચથી કુલદીપ સાથે રહેવા જતી રહી હતી.

લગ્ન બાદ કુલદીપ કોઈ કામધંધો કરતો ન હતો. બાદમાં કોઈ ગોળીઓ ખાઈને નશો કરી વેલેન્ટીના ને માર મારતો હતો. વેલેન્ટીના ના જન્મદિવસે પણ તેના વાળ પકડી દીવાલમાં દબાવી દઈ તેના મોઢા પર કેક મારી હતી. જેથી વેલેન્ટીના એ કંટાળીને ત્રાસ આપતો વિડીયો યુ ટ્યુબ પર મુક્્યો હતો. આખરે કંટાળીને વેલેન્ટીના એ વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસે કુલદીપ સામે ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી છે.

Right Click Disabled!