આરબલુસની પરિણીતાની હત્યા થયાનો ઘટસ્ફોટ

આરબલુસની પરિણીતાની હત્યા થયાનો ઘટસ્ફોટ
Spread the love
  • આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ થયો હતો
  • પતિએ જ ગળે ટૂંપો આપી કાસળ કાઢ્યું ખુલ્યું
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયાનો ધડાકો

લાલપુર તાલુકાના આરબલુસ ગામે રહેતા પરિણીતાએ ચાર દિવસ પુર્વે આપઘાત કરી લીધો હોવાના બનાવમાં મરવા માટે મજબુર કર્યાની ફરીયાદ પતિ, સાસુ અને જેઠાણી સામે નોંધાઇ હતી. જેમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના ગળુ દબાવી મોત થયાનું ખુલતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપી પતિ સહિત ત્રણેયની કોવિડ ટેસ્ટ માટે તજવીજ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ લાલપુરના આરબલુસ ગામે રહેતા પુર્ણાબા શકિતસિંહ જાડેજા નામના પરિણીતાએ ચાર દિવસ પૂર્વે ઘરે ગળે ફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીધુ હોવાનો બનાવ જાહેર થયો હતો. જેમાં મૃતકના પિતા જયુભા ગોહિલની ફરિયાદ પરથી પોલીસે મૃતકના પતિ શકિતસિંહ રાજુભા જાડેજા, સાસુ રેખાબા રાજુભા જાડેજા અને જેઠાણી અનિતાબા અનુપસિંહ જાડેજા સામે મરવા માટે મજબુર કરવા અંગે ગુનો નોંધ્યો હતો.

આરોપીની કોવિડ ટેસ્ટ તજવીજ, હત્યાની કલમ ઉમેરાશે લાલપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જી.જી.હોસ્પીટલ ખાતે ખસેડયો હતો. જેના પ્રાથમિક રિપોર્ટમાં તેણીને ગળેટૂંપો અપાયો હોવાનું તારણ સામે આવ્યો હતો. આથી પોલીસે પીએમ રિપોર્ટના આધારે હત્યાની કલમનો ઉમેરો કરવા માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે પતિએ ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે આરોપી પતિ સહિત ત્રણેય કોવિડ ટેસ્ટ માટે તજવીજ હાથ ધરી છે. તેના રિપોર્ટ બાદ તેની અટકાયત કરાશે. આ બનાવ પાછળ દહેજનું દુષણ કારણભૂત હોવાનું સુત્રોએ જણાવ્યું છે. જ્યારે હત્યાના બનાવના આપઘાતમાં ખપાવવા પ્રયાસો થયો હતો. જ્યારે કથિત અનૈતિક સંબંધમાં પણ મૃતક આડખીલીરૂપ હોવાનું જાણવા મળ્યુ હતુ. જો કે, આરોપીની અટકાયત બાદ પુછપરછ સાથે તપાસમાં કારણ સ્પષ્ટ થશે.

– રોહિત મેરાણી (જામનગર)

Chari-thi-Humlo-1.jpeg

Right Click Disabled!