આરબીઆઈએ સેનિટાઈઝરથી 1 લાખ કરોડની નોટ ધોઈ નાખી

નવી દિલ્હી : કોરોના સમયે લોકોને ડર હતો કે ચલણી નોટથી પણ સંક્રમિત થવાય છે.રિઝર્વ બેન્ક સુધી પહોંચનારી ખરાબ નોટોની સંખ્યાએ અત્યાર સુધીનો તમામ રેકોર્ડ તોડી નાંખ્યો95 ટકા લોકોએ એક રૂપિયાના સિક્કાથી મોં ફેરવી લીધું. બેન્કમાં પણ નોટની થપ્પી પર સેનિટાઈઝ કરાતું હતું.કોરોનાને કારણે લોકોએ ચલણી નોટનું સેનિટાઈઝ કરતા કુલ 1,11,239 કરોડની કિંમતની નોટ ખરાબ થઈ જવા પામી છે. લોકોએ ચલણી નોટ ધોઈ અને તેને કલાકો સુધી તાપમાં સૂકવી. આથી રિઝર્વ બેન્ક સુધી પહોંચનારી ખરાબ નોટોની સંખ્યાએ અત્યાર સુધીનો તમામ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
આરબીઆઈના રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે રૂ. 2000ની 35360 કરોડની 17.68 કરોડ નોટ ખરાબ થઈ. આ સંખ્યા ગયા વર્ષની સરખામણીએ 300 ગણી વધારે છે. રૂ. 200ની 636 કરોડ કિંમતની 3.18 કરોડ, રૂ. 500ની 8225 કરોડ કિંમતની 16.45 કરોડ, રૂ.100ની 44793 કરોડ કિંમતની 447.93 કરોડ નોટ ખરાબ થઈ ગઈ. કોરોના સમયે લોકોને ડર હતો કે ચલણી નોટથી પણ સંક્રમિત થવાય છે. આથી લોકોએ ચલણી નોટને સેનિટાઈઝ કરવાનું શરૂ કર્યું. બેન્કમાં પણ નોટની થપ્પી પર સેનિટાઈઝ કરાતું હતું.2000 રૂપિયાની ચલણી નોટ 300 ગણી ખરાબ થઈ.
