આશા ભોંસલેનું લાઇટ બિલ આવ્યું 2 લાખ રૂપિયા

આશા ભોંસલેનું લાઇટ બિલ આવ્યું 2 લાખ રૂપિયા
Spread the love

લૉકડાઉન પછી વીજળીના બિલ પરેશાન કરી દીધું છે. જાણીતાં ગાયિકા આશા ભોંસલેને 2 લાખના બિલે ચોંકાવી દીધું છે.જૂન મહિનામાં ‘વધારે બિલ’ મોકલવાને લઈને આલોચનાની શિકાર થતી મહારાષ્ટ્ર વિદ્યુત વિતરણ કંપની મહાડિસ્કૉમને હવે આશા ભોંસલેની ફરિયાદ મળી છે કે તેમને લોનાવલા સ્થિત બંગલા માટે બે લાખ રૂપિયાથી વધારેનું વીજળીનું બિલ મોકલવામાં આવ્યું છે.

જો કે, મહાડિસ્કૉમ કહે છે કે, “મીટરની વાસ્તવિક રીડિંગ”ના આધારે જ બિલ મોકલવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગાયિકાને આ વિશે પહેલાં જ સૂચિત કરી દેવામાં આવ્યું હતું. આશા ભોંસલેને જૂનમાં 2,08,870 રૂપિયાનું બિલ મળ્યું છે, જ્યારે મે અને એપ્રિલનું બિલ ક્રમશઃ 8,855.44 રૂપિયા અને 8,996.98 રૂપિયા હતું.આશા ભોંસલે પહેલા ઘણાં બોલીવુડ સિતારાઓએ સોશિયલ મીડિયા દ્વારા વધેલા વીજ બિલને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.તાજેતરમાં જ અભિનેત્રી રેણુકા શહાણેએ અદાણી ઇલેક્ટ્રીસિટીનું નામ લેતા ટ્વીટ કર્યું હતું,

“મારું વીજળીનું બિલ 8 મેના 5510 રૂપિયા આવ્યું, જૂનમાં મારું બિલ 29,700 આવ્યું. તે બિલમાં તમે મે અને જૂન બન્નેનું બિલ જોડી દીધું છે. પણ તમે તે બિલમાં મારું મે મહિનાનું બિલ 18080 રૂપિયા બતાવ્યું છે. મારું બિલ 5510 રૂપિયાથી 18080 રૂપિયા કેવી રીતે થઈ ગયું? હુમા કુરેશીનું 50 હજાર વીજ બિલ અભિનેત્રી હુમા કુરેશીએ ફણ વધેલા વીજ બિલને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “નવા વીજ દરો શું છે?

ગયા મહિને મેં 6 હજારનું બિલ ચૂકવ્યું હતું અને આ મહિને 50 હજાર? શું આ નવા પ્રાઇસ છે?? કૃપા કરી અમને જણાવો.”તાપસી પન્નુએ પણ નોંધાવી ફરિયાદતાપસી પન્નુએ પણ વીજ બિલનું સ્ક્રીન શૉટ શૅર કર્યું હતું. અભિનેત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ત્રણ મહિનાના વીજ બિલનું સ્ક્રીનશૉટ શૅર કર્યું હતું. આમાં જૂન 2020 માટે કુલ અમાઉન્ટ 36000 રૂપિયા ચાર્જ કરવામાં આવ્યું. તો એપ્રિલ 2020નું વીજ બિલ 4390 રૂપિયા છે. મે 2020નું વીજ બિલ 3850 રૂપિયા આવ્યું તાપસીએ એક વધુ ટ્વીટ કર્યું છે આમાં તેણે પોતાની તે ફ્લેટના વીજ બિલનું સ્ક્રીનશૉટ શૅર કર્યું છે, જેમાં કોઇ રહેતું નથી અને તે ખાલી છે.

asha_bhosle01-08-2020_d.jpg

Right Click Disabled!