આસી.સબ ઇન્સપેક્ટર ડ્રગ્સ સપ્લાયના રેકેટમાં ઝડપાયા

આસી.સબ ઇન્સપેક્ટર ડ્રગ્સ સપ્લાયના રેકેટમાં ઝડપાયા
Spread the love

અમદાવાદ: મુંબઇથી ગુજરાતમાં નશીલા દ્રવ્યોના સપ્લાયના બે થી વધુ રેકેટનો પર્દાફાશ અત્યાર સુધીમાં થઇ ચૂક્યો છે પોલીસે વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરીને ડ્રગ્સ ડિલર અને આસી. સબ ઇન્સપેક્ટર સહિત ચાર સપ્લાયરોને એક કરોડના નશીલા દ્રવ્ય સાથે ઝડપી લીધા હતા આ નશીલા દ્રવ્યો મુંબઇથી લવાયાં હોવાનું ખૂલતા હવે ગુજરાત પોલીસ મુંબઇમાં તપાસ કરશે દેશભરમાં ચર્ચા જગાવનાર ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત કેસમાં ડ્રગ્સ મામલે હવે મુંબઈમાં તપાસ ચાલી રહી છે.

રિયાની પૂછપરછમાં અનેક ડ્રગ્સ ડિલર અને પેડલરના નામ બહાર આવ્યા છે આ કાર્યવાહીની વચ્ચે મુંબઈ માંથી જ અમદાવાદ શહેરમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો પર્દાફાશ થયો છે. એકતરફ એનસીબી મુંબઈમાં દરોડા પાડી ડ્રગ્સ ડિલરોને પકડી રહી છે ત્યારે મુંબઈની જ વી.ટી સ્ટેશન રોડ પર આવેલી એક હોટલમાં એમડી ડ્રગ્સની ડિલ થઈ હતી શહેજાદ તેજાબવાલા ૨૦૧૯ના અમડી ડ્રગ્સ કેસમાં જેલમાં હતો પેરોલ પર છૂટી હૈદરાબાદ ફરાર થઇ ગયો હતો પોતાનું એમડી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો શહેજાદ સાથે ડ્રગ્સ ડિલ કરનાર મુંબઇના ડ્રગ્સ ડિલર અંગે ગુજરાત પોલીસ તપાસ કરશે.

ડ્રગ્સ પહોંચાડવા માટે હૈદરાબાદથી મુંબઈ ડ્રગ્સ ડિલ કરવા માટે શહેજાદ આવ્યો હતો મુંબઈના વી.ટી. સ્ટેશન રોડ પર આવેલી એક હોટલમાં રોકાયો હતો અને મુંબઈના ડ્રગ્સ ડિલરનો સંપર્ક કરી એક કિલો જેટલું ડ્રગ્સ ખરીદ્યું હતું ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા મુજબ શહેજાદ મુંબઈમાં ડ્રગ્સ ડિલરો સાથે સંપર્ક ધરાવે છે ડ્રગ્સ ડિલર શહેજાદ વિધાનસભાની ચૂંટણી પણ લડ્યો હતો શહેરમાં એમડી ડ્રગ્સનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. પોલીસથી બચીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે, ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રૂ. એક કરોડના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા શહેજાદ તેજાબવાલા અગાઉ વિધાનસભાની ચૂંટણી પણ લડયો હોવાનું બહાર આવ્યું છે.

ડ્રગ્સ ડીલર શહેજાદે જ આવેલા દાણીલીમડા પોલીસ સ્ટેશનના આસી.સબ પોલીસ ઇન્સપેક્ટર ફિરોઝને પણ સામેલ કરી લઇને મુંબઇથી ડ્રગ્સ લાવવામાં તેની મદદ લીધી હતી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એસએસઆઇ ફિરોઝ ડ્રગ્સ ડિલરોની સાથે રહેતો એ દરમિયાન ડ્રગ્સની ડિલિવરી કરાતી હતી ઝડપાયેલો આરોપી શહેજાદ અગાઉ ૨૦૧૯માં ક્રાઈમ બ્રાન્ચના હાથે જ ડ્રગ્સ કેસમાં ઝડપાઈ ચૂક્યો હતો શહેજાદ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પણ લડ્યો હતો આ ડ્રગ્સની હેરાફેરીમાં પોલીસ કર્મચારી ફિરોઝ પણ સંડોવાયેલો છે. ફિરોઝને સાથે રાખી આરોપીઓ ડિલિવરી કરતા હતા.

મુંબઈથી આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. જોકે, હાલ ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ શરૂ કરી છે. એમડી ડ્રગ્સની હેરાફેરી ખૂબ જ વધી ગઈ છે, ખાસ કરીને વટવા, દાણીલીમડા, શાહઆલમ, રિલીફ રોડ, શાહપુર અને ઈસનપુર વિસ્તારમાં આ ડ્રગ્સના પેડલરો અને ડિલરો છે, જેઓ અનેક યુવાધનને બરબાદ કરી રહ્યા છે.

photo_1599925899788.jpg

Right Click Disabled!