આહવાથી બોરખેત રસ્તા પર કચરાના ઢગલાથી વિકાસને કાળી ટીલી સમાન લાગી રહ્યું છે…!

આહવાથી બોરખેત રસ્તા પર કચરાના ઢગલાથી વિકાસને કાળી ટીલી સમાન લાગી રહ્યું છે…!
Spread the love

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા ના નવાપુર નાકા પાસે આહવાના પ્રવેશદ્વાર મનાતા માર્ગ સાઇડે ગંદકી કચરા ના ઢગલા થી બહારગામ થી આવતા લોકોને અસહ્ય દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આહવા નગરમાં બન્ને તરફના પ્રવેશદ્વાર પર કોઈ ઈસમ દ્વારા કચરાનો નિકાલ કરી દેવાતા આહવા નગરમાં વિકાસમાં ઝાકપ લાગી રહ્યું છે. આહવા ના બંને પ્રવેશદ્વાર પર ગંદગીના ખડકલા અંગે આહવા નગરના સિનિયર સીટીઝન દ્વારા તાલુકા પંચાયત કચેરી સહિત કલેકટર ને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં માત્ર ઠાલા વચનો સિવાય કંઈ વળ્યું નથી.

હાલ ચોમાસાની ઋતુ હોય કચરો કોહવાય ગયેલ હોય આવનજાવન કરતા વાહન ચાલકો સહિત લોકોને અસહ્ય માથું ફાડી નાખે તેવી દુર્ગંધ થી ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. આહવા ના પ્રવેશદ્વાર પરજ ગંદકી થી લોકો સહિત પ્રવાસીઓનો સ્વાગત થતા મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ નકારી શકાય તેમ નથી. તેવામાં આહવા ગ્રામ પંચાયત દ્વારા આહવા નગરમાં ગંદકી ફેલાવનારા. ઈસમો સામે કાયદેસરના પગલાં ભરે તે જરૂરી છે. જોકે આ સંદર્ભે આહવા ગ્રામ પંચાયત ના સરપંચ હરિરામભાઈ સાવંત ને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા ઘરેઘર થી કચરો નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવી છે, આહવા ના પ્રવેશદ્વાર પાસે ખુલ્લામાં કચરા નિકાલ કરતા કોઈ ઝડપાસે તો શિક્ષાત્મક ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

IMG-20200803-WA0026.jpg

Right Click Disabled!