ઇડરના જાદર મુધણેશ્વર મંદિર કોરોનાના કારણે શ્રાવણ માસના દરેક સોમવારે બંધ રહેશે

Spread the love

અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે .તેણે લીધે એનલોક ટુ ના નિયમ દ્વારા શ્રાવણ માસ માં શિવલિંગની પૂજા અર્ચના કરવા ઉપર પ્રતિબંધ કરાયો છે. અનેક મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જામતી હોય છે. ત્યારે કોરોના વધુ ના ફેલાય તે માટે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ શિવ મંદિર માનું એક એવું જાદરનું મુધણેશ્વર દાદાનુ મંદિર શ્રાવણ માસ મા ભક્તોની ભીડથી ભરેલું રહે છે. ભાદરવા માસના બીજા સોમવારે આજુબાજુના ગામડાઓના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને ઉમટી આવતા હોય છે.

હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને જોઇને મૂધણેશ્વર મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે શ્રાવણ મહિનાના ચાર સોમવાર અને ભાદરવા મહિનાના બીજા સોમવારે મંદિરને સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે હાલમાં કોરોના મહામારી વકરી રહી છે. ત્યારે શ્રાવણ માસમાં મંદિરમાં રોજના પાંચ હજારથી પણ વધુ ભક્તો દાદાના દર્શને આવતા હોય છે. ત્યારે મંદિરમા અવ્યવસ્થા ઊભી ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તો કોરોના કહેરને વધુ અસર પડે તેમ છે. જેને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા લોક હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Right Click Disabled!