ઇતિહાસમાં પ્રથમવાર અમદાવાદમાં રથયાત્રા નહિ નીકળે

ઇતિહાસમાં પ્રથમવાર અમદાવાદમાં રથયાત્રા નહિ નીકળે
Spread the love

રાજયમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પર કોરોના વાયરસના વધી રહેલા કહેરને જોતા ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી છે. અમદાવાદ શહેરમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણના પગલે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા કાઢવી કે નહીં તેને લઇને અસમંજસ છે.

સરકાર તરફથી હજી સુધી આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. તો બીજી તરફ મંદિર અષાઢીબીજની રથયાત્રાને લઇને તૈયારીઓ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે કોરોના મહામારી અને સંક્રમણ વધે નહીં એ માટે રથયાત્રા રદ થવી જોઇએ તેવી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેની અરજન્ટ સુનાવણી હાલ ચાલી રહી હતી. જેમાં હાઈકોર્ટે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર રોક લગાવી છે.

વડોદરામાં પણ રથયાત્રા કરવામાં આવી રદ
તાંડવ મચાવી રહેલા કોરોના વાયરસના પગલે સુપ્રીમ કોર્ટે ઓડિશામાં દર વર્ષે યોજાતી પુરીની જગન્નાથ રથયાત્રા રદ્દ કરવાનો નિર્ણ લીધો છે. ત્યારે વડોદરા ખાતે નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે વડોદરામાં 39 વર્ષમાં પ્રથમ વખત રથયાત્રા રદ્દ થશે. જ્યારે અમદાવાદની રથયાત્રાને રદ્દ કરવા અંગે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.

પુરી પછી વડોદરાની રથયાત્રા પણ રદ, અમદાવાદની યાત્રા રદ કરવા હાઇકોર્ટમાં PIL
રથયાત્રા રદ્દ કરવા અંગે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું કે મંદિર દ્વારા છેલ્લા 38 વર્ષથી ભગવાન જગન્નાથ, બલરામજી અને માતા સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના કારણે સુપ્રીમ કોર્ટે રથયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. તેથી વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રા ન કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IMG-20200620-WA0015.jpg

Right Click Disabled!