ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હિંમતનગરની લોકોને અપીલ

Spread the love

હિંમતનગર,

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે જિલ્લા આરોગ્ય અને વહિવટી તંત્ર દ્રારા કાળજીના પગલા લેવાઈ રહ્યા છે. આ સમયે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હિંમતનગરના સેક્રેટરીશ્રી ડો. શૈલેષભાઇ પટેલે કોરોના વાયરસના બચાવ માટે જાહેર જનતાને અપીલ કરી છે.

 • • હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતા સહુની સુખાકારી અને સલામતી માટેના પગલા માટે જાણકારી માટે બધા જ સરકારી અને પ્રાઇવેટ ડૉકટર કટીબધ્ધ છીએ .
  • દર્દી સાથે દવાખાને એકથી વધુ સગાએ જવુ નહી.
  • કોઇ પણ હોસ્પીટલમાં જાવ ત્યારે મોઢા પર રૂમાલ અથવા માસ્ક ફરજીયાત પહેરો.
  • તમારી તબિયત અંગેની તકલીફ તત્કાલ સારવારની જરૂરિયાતવાળી ના હોય તો ડોક્ટર પારે જવાનુ હાલ બે અઠવાડિયા સુધી મોકૂફ રાખો.
  • ડોકટરને બતાવવા ગયા હોવ તો વેઇટીંગ રૂમમાં બીજા દર્દીથી ઓછામાં ઓછા એક મીટરના અંતરે બેસવાનું રાખો.
  • દવાખાના કે હોસ્પીટલમાં બિનજરૂરી જગ્યા જેવી કે દાદરની રેલીંગ, દીવાલ, ખુરશી, ટેબલ, પલંગ ઉપર હાથ લગાવવો નહી.
  • હાથ વારંવાર નિયમિત ધોવાના રાખો .
  • પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું.
  • હોસ્પિટલ અથવા બજારમાંથી ઘરે પહોચી સૌથી પહેલા તમારા હાથ અને મોઢું સાબુથી ધોવા. ગરમ પાણીમાં નાખી કોગળા કરવા.
  • તમારા ડોકટર જે સલાહ આપે તેનો ચુસ્તપણે અમલ કરો.
  આ સવધાની સાથે વડાપ્રધાનશ્રીના ૨૨ માર્ચ ૨૦૨૦ના સવારે ૭ કલાકથી રાત્રીના ૯ કલાક સુધી લોકોએ ઘરે રહીને સ્વયંભૂ બંધનુ પાલન કરવા અપીલ કરી હતી.
Right Click Disabled!