ઈડર તાલુકાના બડોલી ગામના લારી ગલ્લાવાળા દ્વારા જાતે જ વેચાણ બંધ કરવા નિર્ણય લેવાયો

ઈડર તાલુકાના બડોલી ગામના લારી ગલ્લાવાળા દ્વારા જાતે જ વેચાણ બંધ કરવા નિર્ણય લેવાયો
Spread the love

કોરોના ઇફેક્ટને લઈને સમગ્ર ભારતમાં સાવચેતી રૂપે પગલાં ભરાઈ રહ્યા છે. ત્યારે p.m. મોદી સાહેબ દ્વારા પણ લોકોને સાવચેતી રાખવાના પગલાં ભરવા અપીલ કરાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યના મોટા ભાગની ગ્રામ પંચાયતો દ્વારા ખાણી પીણી, ઠંડા પીણા, ખુલ્લી ચીજવસ્તુ વેચવા પર પ્રતિબન્ધ ફરમાવ્યો છે. ત્યારે બડોલી ગામના લારી, ગલ્લા,ના વહેપારીઓ દ્વારા સ્વેચ્છાએ દેશ, ગામનું હિત વિચારી પોતાનો વેપાર બંધ રાખવા પંચાયતને જાણ કરાઈ હતી.પંચાયત દ્વારા આ પહેલને બિરદાવી હતી. બડોલી પંચાયત દ્વારા તત્કાલિ કદમ ઉઠાવી બડોલી બુઢીયાના વહેપારીઓને ઠંડાપીણા અને ખુલ્લા ખોરાકના વેચાણ પર પ્રતિબંધ મુકવા નોટિસ ફાળવવામાં આવી હતી.

બડોલી પંચાયતે  ગ્રામ જનોને  સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યુ હતું કે કોરોના વાઈરસના સંક્રમણને દેશભરમાં ફેલાતો અટકાવવા માટે આપણા માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબે તારીખ-૨૨/૦૩/૨૦૨૦ માર્ચના રોજ સવારે-૦૭.૦૦ કલાકથી રાત્રે-૦૯.૦૦ કલાક સુધી “જનતા કર્ફ્યું” નું આહવાન કર્યું છે. તેનું આપણા બડોલી ગામની જનતા સંયમ અને સંકલ્પ સાથે રાષ્ટ્રહિતના ભાવ સાથે રાષ્ટ્રસેવામાં ભાગીદાર બની આપણા અને કુટુંબના હિત માટે પાલન કરવા આપ સૌને મારી વિનંતી કરું છું.તથા,૨૨઼-૦૩-૨૦નારોજ બરાબર સાંજે ૫ વાગે ૫ મિનીટ સુધી ઘરના દરવાજે, ધાબા પર,કે બારી પાસે ઊભા રહીને તાળી વગાડી, થાળી વગાડી રાષ્ટ્રની સેવામાં જોડાયેલા લોકોનો આભાર માનીએ અને તેમના સેવા કરવા માટે ઉત્સાહ વધારીએ તેવું  બડોલી પંચાયત દ્વારા ગ્રામજનોને આહવાન કરાયું હતું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200321-WA0320.jpg

Right Click Disabled!