ઉંડવી-કરદેજના વિસ્તારમાં 9 કાળીયારના મૃતદેહ

ઉંડવી-કરદેજના વિસ્તારમાં 9 કાળીયારના મૃતદેહ
Spread the love

ભાવનગર : વરસાદી પાણી ભાવનગર જિલ્લામાં કાળીયાર માટે આફત લઈને આવ્યુ હોવાનુ જણાય રહ્યુ છે. ભાલ પંથકમાં વરસાદી પાણી ભરાતા કેટલાક કાળીયારના ડુબી જવાથી મોત નિપજયા હતા. આ ઘટનાના બે દિવસ બાદ ભાવનગર તાલુકાના ઉંડવી-કરદેજ ગામની સીમ વિસ્તારમાંથી ૯ કાળીયારના મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે. વરસાદી પાણી ભરાતા કાળીયાર ડુબી ગયા હોવાનુ જાણવા મળેલ છે. કેટલાક કાળીયારના મૃતદેહને કુતરાઓએ ફાડી ખાધા હોવાનુ કહેવાય છે. વન વિભાગે સ્ટાફે રેસ્કયુ કરી કેટલાક કાળીયારને બચાવી લીધા હતા ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ વિસ્તારમાં કાળીયારનુ અભીયારણ આવેલ છે તેથી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં કાળીયારનો વસવાટ છે.

ચાલુ વર્ષે સારો વરસાદ આવતા ભાલ પંથકમાં નદીના પાણી ફરી વળ્યા હતા તેથી અભીયારણની આસપાસના ગામની સીમમાં વિસ્તારમાં વસવાટ કરતા આશરે ૯ કાળીયારના પાણીમાં ડુબી જવાથી મોત નિપજયા હતા. જયારે કેટલાક કાળીયારને વન વિભાગે બચાવી લીધા હતાં. ગઈકાલે શનિવારે ભાવનગર તાલુકાના ઉંડવી-કરદેજ વગેરે ગામની સીમ વિસ્તારમાંથી આશરે ૯ કાળીયારના મૃતદેહ વન વિભાગને મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે. આ ગામની સીમ વિસ્તારમાં પણ કેટલીક નદીના તેમજ વરસાદી પાણી ફરી વળ્યા છે, જેમાં ડુબી જવાથી કાળીયારના મોત નિપજયા હતા. કેટલાક કાળીયારના મૃતદેહને કુતરાઓએ ફાડી ખાધા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.

આ અંગેભાવનગર તાલુકાના વન વિભાગના અધિકારી વી.કે.પંડયાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, ઉંડવી-કરદેજ ગામની સીમ વિસ્તારમાં વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ૯ કાળીયારના મૃતદેેહ મળ્યા હતા, જયારે ૮ કાળીયારને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા હતાં. એક નિલગાયનુ પણ પાણીમાં ડુબી જવાથી મોત નિપજયુ છે. હજુ તપાસ શરૂ જ છે. આ વિસ્તારમાં પાણી હજુ ભરેલુ છે તેથી પાણી ઓસરયા બાદ વધુ કાળીયાર છે કે નહી? તેની માહિતી મળશે. કાળીયારના મોત નિપજતા પ્રાણીપ્રેમીઓમાં રોષ સાથે કચવાટ જોવા મળી રહ્યો છે.

આ વિસ્તારમાં હજુ વધુ કાળીયારના મોત થયા હશે તેવો દાવો સ્થાનીક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે સત્તાવાર માહિતીન રાહ જોવી જ રહી. ભાલ પંથકમાં જે વર્ષે સારો વરસાદ આવે છે ત્યારે કાળીયારની મૂશ્કેલી વધતી હોય છે ત્યારે આવા બનાવ અટકાવવા માટે વન વિભાગે આયોજન કરવુ જરૂરી બની રહે છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં થોડા જ દિવસમાં ૧૮ કાળીયારના મોત નિપજતા ખળભળાટ મચી જવા પામેલ છે.

content_image_fba86a7a-2dc6-487e-9f26-db6214cae979.jpg

Right Click Disabled!