ઉત્તર ગુજરાતમાં સારા ચોમાસાથી વિક્રમી વાવેતર તહેવારો સુધારશે

Spread the love

ઉત્તર ગુજરાતમાં ચાલુ ખરીફ સીઝન માં સારા વરસાદથી ૧૫,૮૫,૯૬૪ હેકટર જમીન માં વિક્રમી વાવેતર હાલ ની સ્થિતિ એ થયું છે. સાર્વત્રિક મેધ મહેરના લીધે સિંચાઇ ના પાણી ની ચિંતા હલ થઇ છે અને હવામાન ખેતીને અનુકૂળ રહ્યું તો પાક ઉપજ બમ્પર થવાથી આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં બજારની આર્થિક હાલત સુધરવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લા કોરોનામાં સપડાયા પછી લોક ડાઉન અને ત્યાર પછીની હાલતથી બજાર શુષ્ક જણાય છે. વેપાર ધંધા પડી ભાગ્યા છે જેથી ખેતી સુધરે તોજ બજારમાં નવો સંચાર થવાની ધારણા વચ્ચે સારા વાવેતર વેપારીઓમાં નવી આશા જન્માવી છે. આ વર્ષે ચોમાસા પૂર્વે કોરોના બેકાબૂ બનતાં પરપ્રાંતીય ખેતમજૂર વતનમાં રવાના થઈ ગયા હતા અને મુશ્કેલી ભોગવી ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીના પાકનું વાવેતર કર્યા પછી અનુકૂળ વરસાદે સારા ઉત્પાદનની આશા જન્માવી છે તે આગામી સમયમાં બજારોને ચોક્કસ ફાયદો કરાવી શકે છે.

અહેવાલ : દિનેશ નાયક, સરડોઈ

Right Click Disabled!