ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો 6 મતે વિજય

ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો 6 મતે વિજય
Spread the love

પાલનપુર કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બીજી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખની બેઠક આદિજાતિ મહિલા અનાત હોઈ શાસકપક્ષ કોંગ્રેસના આદિજાતિ મહિલા સદસ્ય દ્વારા પ્રમુખપદે ઉમેદવારી નોંધાવી હતી. જોકે વિપક્ષ ભાજપ પાસે આદિજાતિ મહિલા સદસ્ય ન હોવાને લઈ અન્ય કોઈ ઉમેદવારીપત્ર રજૂ ન થતા પ્રમુખપદે કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ પ્રમુખ ચુંટાઈ આવ્યા હતા.

જોકે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તેમજ કોંગ્રેસ તરફથી બે ઉમેદવારી પત્રો ભરાતા ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવારનો ૬ મતે વિજય થયો હતો.
બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મના મહિલા પ્રમુખ પીનાબેન ધાડિયા અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બીજી ટર્મના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી માટે ચુંટણી જાહેર કરાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખપદની બેઠક આદિજાતિ મહિલા અનામત હોઈ શાસકપક્ષ કોંગ્રેસ દ્વારા દાંતાના ખંઢોર ઉમરી બેઠકના દિજાતિ મહિલા સદસ્ય વારકીબેન ચકાભાઈ પારધીએ પ્રમુખ પદ માટે અને તેરવાડા બેઠકના ભુપતાજી નાગજીજી મકવાણાએ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.

જ્યારે સામે પક્ષ ભાજપ પાસે આદિજાતિ મહિલા સદસ્ય ન હોવાના કારણે ભાજપમાંથી માત્ર ઉપપ્રમુખ પદ માટે કુચાવાડા બેઠકના સદસ્ય રાજાભાઈ મોતીભાઈ પટેલે ઉમેદવારી નોંધાવતા ઉપપ્રમુખ પદની વરણી માટે શુક્રવારે બપોરે એક વાગે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના અધ્યક્ષસ્થાને ચુંટણી બેઠક મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના તમામ ૬૬ સદ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપપ્રમુખની વરણી માટે હાથ અધ્ધર કરીને મતદાન કરાવવામાં આવતા પ્રથમ ભાજપમાં ઉમેદવાર રાજાભાઈ પટેલને ૩૦ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભુપતાજી મકવાણાને ૩૬ મત મળતા તેમનો ૬ મતે વિજેતા જાહેર કરાયા હતા.

જોકે જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે પક્ષના આગેવાનો આભાર માની જિલ્લાના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી. જ્યારે જિલ્લા પંચાયતના બન્ને સુકાની બહાર નીકળતા તેમના સ્વાગતમાં લોકોની ભારે ભીડ જામતા સોશ્યલ ડિસ્ટન્સ ભુલાયું હતું. નવનિયુક્ત વારકીબેન ચકાભાઈ પારધી રહે. ખંઢોર ઉમંરી, તા.દાંતા પ્રમુખ ભૂપતાજી નાગજીજી મકવાણા રહે.નેકારીયા, તા.કાંકરેજ ઉપપ્રમુખ…

content_image_07d902fd-6034-4e9b-881e-6d0202b25438.gif

Right Click Disabled!