ઉપલેટામાં રહેતા નિવૃત્ત આચાર્ય શિક્ષક દ્વારા ઓર્ગેનિક પધ્ધતિથી મગફળીની ખેતી કરી ખેડૂત લાખો રૂપિયા કમાણી

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રહેતા નિવૃત્ત આચાર્ય શિક્ષક અને ખેડૂત પુત્ર ભાદાભાઈ બોરખતરીયા અને પ્રગતિશીલ ખેડૂતે ગત વર્ષે પચાસ ટકા એટલે કે 40 વીઘાના ખેતરમાંથી 20 વીઘામાં ગાય આધારિત એટલે કે ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરી હતીં જેમનું તેમને સો ટકા ફળ મળયુ હતું તેથી આ વર્ષે પોતાના ખેતરમાં સો ટકા મગફળીનો પાક ગાય આધારિત એટલે કે સંપૂર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી વાવેતર અને માવજત કરેલ. ઓર્ગેનિક પધ્ધતિમા માવજત માટે આ ખેડૂત દ્વારા જીવામૃત, લીંમડાનું દ્વાવણ તેમજ લીંબોડીનુ તેલ આંકડો તથા ઓછામાં ઓછી દસ દિવસની ખાંટી છાશ, ગૌ મૃત્ર જેવી વસ્તુઓનો ઉપયોગ કરી અને નજીવા ખર્ચે બનાવેલ જીવામૃત બનાવી ઝીરો બજેટથી પોતાના ચાલીસ વીઘાનાં ખેતરમાં ઓર્ગેનિક પધ્ધતિથી મગફળીની ખેતી કરી છે.
જયારે અન્ય ખેડૂતો જે ખેતીમાં મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા હોય છે છતા પણ પાકોમાં નુકશાની વેઠવાનો વારો આવે છે ત્યારે આ ઓર્ગેનિક પધ્ધતિથી કરવામાં આવેલ ખેતીમાં સારૂ પરિણામ અને મબલક પાક મેળવીને લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે. તો આ ઉપલેટા ગામના ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતનાં પુત્ર સંજયભાઈ પણ પોતે એક શિક્ષક સાથે બી.આર.સી. તરીકે જામકંડોરણામાં ફરજ બજાવે છે અને સાથે સાથે પોતાના ખેડૂત પિતા સાથે મળીને સતત દેખરેખથી આ ઓર્ગેનિક પધ્ધતિની ખેતી કરી રહયાં છે. જુની જે રીત હતી એ જ આ ગાય આધારિત એટલે કે ઓર્ગેનિક પધ્ધતિથી વાવેતર કરવું જોઈએ જેથી જે મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓનો જે ખર્ચ થાય છે એ ખર્ચાળ છે ત્યારે નુકશાન થવાની શકયતાઓ પણ છે.
જયારે ઓર્ગેનિક પધ્ધતિથી ખેતીમા નુકશાન કરતાં વધું આવક થાય છે જેથી જુની ધબ મુજબ ગાય આધારિત એટલે કે ઓર્ગેનિક પધ્ધતિ અપનાવી જોઈએ એવું આ ઓર્ગેનિક ખેતી કરનાર પિતા-પુત્રનું માનવું છે. ખુદ નિવૃત આચાર્ય શિક્ષક અને બી.આર.સી. તરીકેની ફરજ બજાવતાં જો આવા શિક્ષિત લોકો ઓર્ગનીક ખેતી તરફ વળી રહ્યા હોય ત્યારે ખેડૂતોને પણ અપીલ કરવામાં આવે છે કે જો શિક્ષિત લોકો જૂની પદ્ધતિ તરફ વળી અને ઓછા ખર્ચે હજુ અને સારું પરિણામ પાકમાં મેળવી શકતા હોય તો અત્યારે જે આધુનિક તેમજ રાસાયણિક અને સેન્દ્રીય ખાતર બિયારણ અને દવાઓનો ઉપયોગ કરીને જે ખેતી કરે છે તેના કરતાં આ ઓર્ગેનિક ખેતી ખૂબ સસ્તી અને રાસાયણીક ખેતી કરતા સારુ અને પુષ્કળ પ્રમાણમાં પરિણામ આપે છે જેથી ખેડૂતોએ આ ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ તેવી અપીલ કરવામાં આવે છે.
અહેવાલ : વિપુલ ધામેચા (ઉપલેટા)
