ઉમરપાડામાં અનેક ગામોના રસ્તાઓ પર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કરી ખાડા મહોત્સવની ઉજવણી કરી

ઉમરપાડામાં અનેક ગામોના રસ્તાઓ પર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કરી ખાડા મહોત્સવની ઉજવણી કરી
Spread the love

ઉમરપાડા તાલુકાના અનેક ગામોમાં સતત પડેલા વરસાદને પગલે રસ્તાઓ પર અનેક ખાડાઓ પડ્યા છે. આ પ્રશ્ને ઉમરપાડા કોંગ્રેસના હોદ્દેદારોએ, ખાડામાં વૃક્ષારોપણ કરી ખાડાઓની પુંજા કરી , રસ્તાના કામ માં થયેલા ભ્રષ્ટાચારનો અનોખો વિરોધ કર્યો છે. વરસાદને કારણે રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પડયા છે. રસ્તાઓની કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગ તથા કામ કરનાર એજન્સીઓનો ભ્રષ્ટાચાર વરસાદે ખુલ્લો પાડ્યો છે. કોંગ્રેસના આગેવાને જણાવ્યું છે કે માર્ગ-મકાન વિભાગ તેમજ આએજન્સીઓએ રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો છે, જે ઉઘાડો પડયો છે. સામાન્ય જનતા ચોમાસાના સમય દરમિયાન રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો શોધો તે સમજી શકાતું નથી . છેલ્લા ચાર વર્ષથી આવી જ હાલત ઉમરપાડાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની થઈ રહી છે.

શાસકો આંખ આડા કાન કરી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા તંત્ર જાગૃત થાય તે માટે રસ્તા ઉપર વૃક્ષારોપણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભષ્ટાચાર ખુલ્લો પડી જશે એવોભય શાસકોને પણ રહયો છે. આ પ્રસંગે હરીશ વસાવાએ કહ્યું છે કે આવા હલકી કક્ષાના રસ્તાઓ બનાવીને જે કોન્ટ્રાક્ટરે પેમેન્ટ લીધું છે, એમની તપાસ કરીને એમને બ્લેકલિસ્ટમાં મુકવામાં આવે,અને તાત્કાલિક રસ્તાઓનું રીપેરીંગ કામ કરવામાં આવે એવી માંગ કરી છે. હરીશ વસાવા, અજીત વસાવા,નટુભાઇ વસાવા, રામસિહ વસાવા તેમજ કોંગ્રેસના કાર્યકરોએ આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ખુલ્લો જંગ છેડયો છે .અને આવનારા દિવસોમાં આ રસ્તાઓનું રીપેરીંગ ન થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20200904-WA0084.jpg

Right Click Disabled!