ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા ખાતે ઉમેશ્વર હોલમાં લક્ષચંડી મહાયજ્ઞ

ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા ખાતે ઉમેશ્વર હોલમાં લક્ષચંડી મહાયજ્ઞ
Spread the love

ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા ખાતે ઉમેશ્વર હોલમાં લક્ષચંડી મહાયજ્ઞ મહેસાણા તાલુકા કક્ષાનો ” દાયિત્વ સ્વીકાર અને સન્માન સંમેલન” આજે બપોરે 3:00 વાગ્યે આયોજન થયેલ જેમાં સમગ્ર મહેસાણા જિલ્લા, મહેસાણા તાલુકા, મહેસાણા શહેર, મહેસાણા વોર્ડ, મહેસાણા ગ્રામ્ય અને મહેસાણા થી નોંધાયેલ “માં ઉમિયા 108 યુવા બ્રિગેડ” એમ અલગ અલગ 500 જેટલા હોદ્દેદારો અને સ્વયંસેવકોનું  સત્કાર અને અભિવાદન કરવામાં આવ્યું….જેમાં માતાજી સંસ્થાન ઊંઝાના મહેસાણા જિલ્લાના 38 અને મહેસાણા શહેર ના 19 જેટલા કારોબારી સભ્યો ની હાજરીમાં માતાજી સંસ્થાન ના પ્રમુખશ્રી મણીદાદા (મમ્મી) મંત્રીશ્રી દિલીપભાઈ નેતાજી, સંગઠન ના ચેરમેન શ્રી પ્રવીણભાઈ, લક્ષચંડી મહાયજ્ઞ ના પ્રોજેક્ટ ચેરમેન શ્રી એમ.એસ.પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિત માં મહેસાણા થી નોંધાયેલ 7 લાખના દાતા (સોલા ખાતે થનાર હોસ્ટેલ નિર્માણમાં) શ્રી વસંતભાઈ પટેલ તથા  રૂપિયા 3 લાખના પાટલા ના 4 યજમાનશ્રીઓ, રૂપિયા 11 હજારના દૈનિક પાટલા ના 145 યજમાનશ્રીઓ તથા સૌ હોદ્દેદાર મિત્રો નું સત્કાર અને અભિવાદન કરવામાં આવ્યું..મહેસાણા જિલ્લા કન્વીનર શ્રી ચિરાગભાઈ પટેલે આવકાર સંબોધન કર્યું…શ્રી દિલીપભાઈ નેતાજી એ લક્ષચંડી મહાયજ્ઞ ની વિગતે માહિતી આપી. શ્રી પ્રવીણભાઈ એ સંગઠન ની વાત મૂકી, શ્રી એમ એસ પટેલ સાહેબે સમગ્ર પ્રોજેક્ટ ની સમજ  આપી…શ્રી મણીભાઈ પટેલ (મમ્મી) એ સૌ માં ના આ અભૂતપૂર્વ પ્રસંગમાં તન મન ધન થી જોડાઈ જવા આહ્વાન કર્યું…મહેસાણા જિલ્લા પ્રચાર પ્રસાર સમિતિ ના કન્વીનર શ્રી ડૉ. વિક્રમભાઈ પટેલ અને સૌ કોર કમિટીના સભ્યો  એ કાર્યક્રમ નું વિશેષ સંચાલન કર્યું. તાલુકા કન્વીનરશ્રી છગનભાઇ પટેલે આભાર વિધિ કરી…અને રાષ્ટ્રગીત થી કાર્યક્રમ નું સમાપન થયું…

Right Click Disabled!