ઊંઝા : સી. આર. પાટીલની સભામાં લોકોએ કોલડ્રિન્ક લેવા માટે કરી પડાપડી

ઊંઝા : સી. આર. પાટીલની સભામાં લોકોએ કોલડ્રિન્ક લેવા માટે કરી પડાપડી
Spread the love

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર .પાટીલ ના ઊંઝા આગમન બાદ ભારે ભીડ જામી હતી પાટીલે સભા સંબોધન કરીને માં ઉમિયાના દર્શન કરવા નીકળ્યા બાદ APMCમાં લોકો માટે મુકેલી કોલડ્રિન્ક ભરેલી ગાડી ને લોકો એ ઘેરી લીધી જતી જોકે કોલડ્રિન્ક એક સામાન્ય કોલડ્રિન્ક લેવા માટે લોકો ના ટોળેટોળાં વળી ગયા હતા અને એક સામાન્ય કોલડ્રિન્ક માટે લોકો એ પડાપડી કરી હતી જોકે કોરોનાના આવા કપરા સમયમાં લોકોના સ્વાસ્થય માટે ઠેર ઠેર ઉકાળા વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ ઊંઝા APMCમાં કોરોના કહેર વચ્ચે આટલી મોટી જનમેદનીમાં આવુ એક સામાન્ય ઠંડા પીણા રાખવા તેમજ તેને યોગ્ય રીતે લોકોને વિતરણ કરવાના બદલે આ પ્રકારે ભીડ ભેગી કરવી કેટલું યોગ્ય…!

કોરોના કાળ માં જ્યારે કોરોના નો આકળો વધી રહ્યો છે ત્યારે ઉકાળનું વિતરણ કરવું જોઈએ કે કોલડ્રિન્કનું એ પણ એક પ્રશ્ન લોકો માં ચર્ચાઈ રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસના બીજા દિવસ શુક્રવારે ઊંઝા, મહેસાણામાં અતિરેકના ઉત્સાહ વચ્ચે કાર્યકરો કોરોના ભુલી ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા સાથે રોડ શો યોજાયો હતો. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પાટણથી શુક્રવારે સવારે ઊંઝા એપીએમસીમાં સ્વાગત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ઊંઝા ઉમિયા માતાના મંદિરે દર્શનાર્થે પહોંચેલા પ્રદેશ પ્રમુખે માથુ ટેકવી પક્ષની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. આ સમયે ગર્ભગૃહની બહાર મોટી સંખ્યામા હાજર કાર્યકર્તાઓએ ધક્કા મુક્કી કરતા એક સમયે બહાર નીકળવુ પણ મુશ્કેલ બન્યુ હતુ. અત્રે મંદિર ખાતે સી આર પાટીલનુ રજતતુલાથી સન્માન કરાયુ હતુ અને મંદિર કમિટીના ચેરમેન મણીભાઇ પટેલે તેઓનુ સન્માન કર્યુ હતુ.

Screenshot_2020-09-05-08-24-11-94.png

Right Click Disabled!