ઊંઝા APMC 23 માર્ચ થી લોક ડાઉન, બજાર ને થશે કરોડોનું નુકશાન

ઊંઝા APMC 23 માર્ચ થી લોક ડાઉન, બજાર ને થશે કરોડોનું નુકશાન
Spread the love

મહેસાણા જિલ્લાનું ઊંઝા માર્કેટયાર્ડ આગામી સોમવારથી બંધ થશે‌. કોરોના વાયરસને લઈ કાળજી જરૂરી હોઇ દેશનું સૌથી મોટું બજાર 23/3/2020થી 2/4/2020 સુધી એટલે કે સતત 12 દિવસ બંધ રહેશે. આથી વેપારીઓ, ખેડૂતો અને સંબંધિતોને આગામી 3 એપ્રિલે જ ગંજબજાર આવવા કહેવામાં આવ્યું છે. કોરોના વાયરસને લઈ બજારમાં સન્નાટો મચી જવાની નોબત આવતાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઊંઝા ગંજબજાર સાથે સાથે ઉત્તર ગુજરાતના લગભગ મોટાભાગના યાર્ડ પણ મંથનમાં લાગ્યા છે. આથી આગામી એક અઠવાડિયાથી સરેરાશ 10 દિવસ ગંજબજારમાં ખરીદ વેચાણ ઠપ્પ રહે તેવી પ્રબળ સંભાવના બની ગઇ છે. રવિ સિઝનનો કૃષિ પાક હાલ પૂરતો વેચાણ થતો અટકી જતાં ખેડૂતો ચોંકી ગયા છે.

Screenshot_2020-03-21-16-20-09-53-2.png Screenshot_2020-03-21-16-20-22-70-1.png Screenshot_2020-03-21-16-21-22-10-0.png

Right Click Disabled!