ઊનાના નાઠેજ પાસે હાઇવે બન્યો ભેંસોનો સ્વિમિંગ પૂલ

ઊના ભાવનગર નેશનલ હાઇવેની કામગીરી ધીમી ગતિએ લાગતી હોય ત્યારે ઊના નજીક નાઠેજ ગામ પાસે નેશનલ હાઇવે રોડની કામગીરી શરૂ હોય ત્યાં વરસાદી પાણી ભરાતા તળાવો જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ ખાબોચિયાંમાં કાદવ સાથે પાણીનો જમાવડો થયો છે અને ભેંસોનું સ્વીમિંગ પૂલ બન્યું હોય તેવું જોવા મળ્યું હતું.
