એકલવ્ય મોડેલ રેસી.સ્કુલ,આહવા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

એકલવ્ય મોડેલ રેસી.સ્કુલ,આહવા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
Spread the love

આહવા,
એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કુલ,આહવા જિ.ડાંગ ગુજરાત રાજ્ય ટ્રાયબલ ડેવલોપમેન્ટ સોસાયટી,ગાંધીનગર અને જ્ઞાન ધામ વાપી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળામાં તા.૧૯/૦૬/૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા આચાર્યાશ્રી સોનલ મેકવાનની ઉપસ્થિતિમાં યોગ દિવસ ઉજવણી નિમિત્તે ધ્યાન,અનુલોમ,વિલોમ સહિત વિવિધ આસનો,કરવામાં આવ્યા હતા. તમામ સ્ટાફે માસ્કનો ઉપયોગ કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને સરકારશ્રીની સૂચનાનું પાલન કર્યું હતું. તેમજ આરોગ્યપ્રદ જીવન જીવવા માટે સમાજને સંદેશ આપ્યો હતો.

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને કારણે શાળા ખાતે ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓનો અભ્યાસ ઓનલાઇન ડી.ડી.ગીરનાર ચેનલના માધ્યમથી કરાવવામાં આવે છે. સાથે સાથે ઓનલાઈન અભ્યાસ કરતા બાળકોને પણ યોગની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. ૨૧ જૂન ના રોજ ઓનલાઇન ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ જોડાશે. તમામ પ્રવૃત્તિઓમાં સહભાગી થનાર શાળાના સ્ટાફ,વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

Right Click Disabled!