એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને કરી સામૂહિક આત્મહત્યા : જાણો શું હતું કારણ……….

એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને કરી સામૂહિક આત્મહત્યા : જાણો શું હતું કારણ……….
Spread the love

ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વળી કોરોનામાં લોકડાઉન ખુલ્યા પછી રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે. ત્યારે આજે આવી જ વધુ એક ધટના દાહોદમાંથી સામે આવી છે. દાહોદમાં આજ રોજ એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગોધરા રોડના સુજાઈબાગમાં આ ઘટના બની હતી. પરિવારે કોઈ અગમ્ય કારણોસર 3 બાળકો સાથે દંપત્તીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

હાલમાં આ સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર, આ ધટના દરમ્યાન લોકોના ટોળા ઘટના સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા. ત્યાર બાદ પોલીસને પણ જાણકારી આપવામાં આવી હતી. જાણકારી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. જેથી દાહોદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં આવેલ દોહદના ગોધરા રોડ પર આવેલા સુજાઈ બાગ વિસ્તારમાં રહેતા વ્હોરા સમાજના વરજેરવાળા પરિવારે આત્મહત્યા કરી લીધી છે. દંપતીએ પોતાના ત્રણ સંતાનો સાથે આત્મહત્યા કરી લીધી છે.પોલીસના જણાવ્યા અનુસાર, દાહોદના ગોધરા રોડ પર આવેલા સુજાઈબાગમાં રહેતા વેપારી સૈફીભાઈ બરઝરવાલાએ પત્ની અને 3 દીકરી સહિત પરિવારના 5 સભ્યોએ ગત રાત્રિના સમયે સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના 5 સભ્યોએ આર્થિક સંકળામણના કારણે સામૂહિક આત્મહત્યા કરી હોવાની આશંકા છે.

હાલમાં પરિવારે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ હજુ જાણવા મળી રહ્યું નથી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના બરઝર ગામના રહેવાસી સૈફીભાઈ બરઝરવાલા 10 વર્ષ પહેલા દાહોદમાં રહેવા આવ્યા હતા અને તેઓ દાહોદમાં ડિસ્પોઝેબલ ગ્લાસની ફેક્ટરી ચલાવતા હતા.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

IMG-20200906-WA0048-1.jpg IMG-20200906-WA0047-0.jpg

Right Click Disabled!