Post Views:
237
ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતી કાજલબેન અરવિંદભાઈ વાજા (ઉં.વ.૨૬) નામની પરિણીતાને એકસાથે ત્રણ દીકરા અને એક દીકરી એમ ચાર સંતાનોની પ્રસૂતિ થવા પામી છે. કુદરતની કમાલ કે ચારેય સંતાનો અને માતા સ્વસ્થ છે. ડોકટરે સિઝેરિયન કરી સફળ પ્રસૂતિ કરાવી હતી.