NTEP સ્ટાફ ટીયુ સંતરામપુર દ્વારા ચિતવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના ટીબી દર્દીઓને સારવાર તેમજ આરોગ્ય શિક્ષણ અપાયું

Spread the love

લુણાવાડા,
કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહિસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ટીબીના દર્દીઓની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેના થકી કોરોના સંકટ કાળમાં પણ આ દર્દીઓની નિયમિતપણે દેખભાળ લઈ તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લા કલેકટર શ્રી આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો એસ. બી. શાહ ની રાહબરીમાં ટીબી યુનિટ દ્વારા સંતરામપુર તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીની સારવાર પર હોય એવા ૧૧ દર્દીઓ ના ઘરની મુલાકાત લઇ એન. ટી. ઇ. પી સ્ટાફ ટીયું સંતરામપુર દ્વારા દર્દીના નિક્ષય સોફ્ટવેરમાં ફલોઅપ ડીટેઇલમાં એન્ટ્રી કરી અને દર્દીનુ લોકેશન અપડેટ, ૯૯ ડોટસ એન. પી. વાય તેમજ સમાજ કલ્યાણ વિભાગના ફોર્મ અને છ વર્ષથી નાના બાળકોને આપવામાં આવતી આઈએનએચ અને નિયમિત ફોન કરવા સાથે આ રોગ સંબંધિત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

સાથે સાથે પીએચસી સરસણ ખાતે આરોગ્ય ટીમ દ્વારા ટીબીના ચિન્હો અને સામાન્ય લક્ષણ ધરાવતા વ્યક્તિઓનું SPO2 તપાસણી કરવામાં આવી હતી. તેમાંથી ૩૨ જેટલા વ્યક્તિઓને સ્થળ પર ગળફાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આમ કોરોના સંકટ કાળમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા ટીબીના દર્દીઓને દેખભાળ લઈ તેનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પણ કામગીરી હાથ ધરાઇ છે.

Right Click Disabled!