એમેઝોન પ્રાઈમ વિડિયોએ બેન્ડિશ બેન્ડિટ્સ કોન્સર્ટ સાથે રોમાંચક સંગીતબદ્ધ સિરીઝની ઘોષણા કરી

Spread the love
  • શંકર અહસાન લોય દ્વારા મથાળું બાંધેલા આ વર્ચ્યુઅલ કોન્સર્ટમાં અરમાન મલિક, જોનિતા, ગાંધી, શિવમ મહાદેવન, મામે ખાન, રવિ મિશ્રા, પ્રતિભા સિંહ બઘેલના એક્ટ્સ ઉપરાંત પ્રતીક કુહાડ દ્વારા વિશેષ પરફોર્મન્સનો સમાવેશ રહેશે
  • આ વર્ચ્યુઅલ લાઈવ મ્યુઝિક કોન્સર્ટ 5 ઓગસ્ટે બહુપ્રતિક્ષિત એમેઝોન ઓરિજિનલ સિરીઝ બેન્ડિશ બેન્ડિટ્સની રિલીઝ પછી તરત જ યોજાશે

મુંબઈ, ભારત, 1લી ઓગસ્ટ, 2020- એમેઝોન પ્રાઈમ વિડિયોએ આજે તેમની નવીનતમ એમેઝોન ઓરિજિનલ સિરીઝ બેન્ડિશ બેન્ડિટ્સના લોન્ચની ઉજવણીમાં રોમાંચક વર્ચ્યુઅલ મ્યુઝિક કોન્સર્ટની ઘોષણા કરી છે. આ કોન્સર્ટનું માથળું શંકર અહસાન લોયે બાંધ્યું છે અને તેમાં ભારતીય સંગીત ઉદ્યોગનાં અત્યંત લોકપ્રિય નામો, જેમ કે, અરમાન મલિક, જોનિતા ગાંધી, પ્રતીપ કુહાડ, શિવમ મહાદેવન, મામે ખાન, રવિ મિશ્રા અને પ્રતિભા સિંહ બઘેલના એક્ટ્સ પ્રસ્તુત કરાશે. આ વર્ષની પ્રાઈમ ડે ઈવેન્ટના એક દિવસ પૂર્વે રજૂ કરવામાં આવી રહેલી આ વિશેષ ઓફર બધા માટે ખુલ્લો વર્ચ્યુઅલ સંગીત જલસો છે, જે 5 ઓઘસ્ટના રોજ એમેઝોન પ્રાઈમ વિડિયોના વિધિસર ફેસબુક અને યુટ્યુબ પેજ પર લાઈવ જોઈ શકાશે.

શાસ્ત્રીય અને પોપ સંગીતની જુગલબંદી આ કોન્સર્ટમાં બેન્ડિશ બેન્ડિટ્સનાં અત્યંત વહાલાં સાઉન્ડ ટ્રેક સાથે પ્રતીક કુહાડ અને શંકર અહસાન લોયનાં અન્ય હિટ્સ સાથેનાં ગીતોનો સમાવેશ રહેશે. અમને બેન્ડિશ બેન્ડિશનાં સાઉન્ડટ્રેકને મળેલા પ્રતિસાદથી ભારે રોમાંચની લાગણી થાય છે. આ ખરેખર વિશેષ આલબમ છે અને તેટલો જ વિશેષ શો પણ છે, એમ એમેઝોન પ્રાઈમ વિડિયોના ઈન્ડિયા ઓરિજિનલ્સનાં હેડ અપર્ણા પુરોહિતે જણાવ્યું હતું. અમારી આ પ્રથમ મ્યુઝિકલ છે અને શંકર અહસાન લોયે તેમના કર્ણપ્રિય સાઉન્ડટ્રેક સાથે બેન્ડિશ બેન્ડિટ્સની વાર્તાને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. અમે બેન્ડિશ બેન્ડિટ્સ વિશે ભારે રોમાંચિત છીએ અને અમારા ગ્રાહકો આ સિરીઝની રંગીન અને કર્ણપ્રિય દુનિયામાં પરોવાઈ તે જોવાની ઉત્સુકતા છે.

અમને બેન્ડિશ બેન્ડિટ્સના સાઉન્ડટ્રેકને અદભુત પ્રતિસાદ સાંપડ્યો છે, એમ શંકર અહસાન લોયે જણાવ્યું હતું. આલબમ શાસ્ત્રીય અને પોપ સંગીતનું સહજ એકીકરણ છે અને તેમાં ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે અમુક ખરેખર મજેદાર ટ્રેક્સ સુધી અમુક અત્યંત અસાધારણ મેલડીઓ છે. અમને સાઉન્ડટ્રેકને પ્રાપ્ત થયેલી પ્રતિક્રિયાથી ભારે રોમાંચ છે અને બેન્ડિશ બેન્ડિટ્સ કોન્સર્ટમાં સાઉન્ડટ્રેકમાંથી અમુક ઉત્તમ ગીતો પરફોર્મ કરવા મળશે તેની ખુશી છે. ગાયક અરમાન મલિકે જણાવ્યું હતું કે ચાહકો માટે ઓનલાઈન લાઈવ પરફોર્મ કરવાનું હંમેશાં રોમાંચક હોય છે અને મને જોનિતા અને શંકર અહસાન લોય સાથે બેન્ડિશ બેન્ડિટ્સ કોન્સર્ટનો હિસ્સો બનવાની બહુ જ ઉત્સુકતા છે.

રૂપરેખા
બેન્ડિશ બેન્ડિટ્સમાં રાધે અને તમન્નાની વાર્તા છે. રાધે દાદાના શાસ્ત્રીય સંગીતના વારસાને આગળ લઈ જવા માટે કટિબદ્ધ બન્યો છે ત્યારે તમન્ના ઊભરતી પોપ ગાયિકા છે, જે એક દિવસ ભરાતની પ્રથમ આંતરરાષ્ટ્રીય પોપસ્ટાર બનવાનાં સપનાં જુએ છે. જોકે તમન્ના સાથે પ્રેમમાં પડતાં રાધેની દુનિયામાં ઊથલપાથલ મચી જાય છે. તેને સુપરસ્ટારડમ હાંસલ કરવામાં મદદરૂપ થવું કે પોતાના પરિવારના સંગીતના વારસાને આગળ ધપાવવું એવી દ્વિધા તેની સામે છે. પોતાનું ગુમાવવાના જોખમે શું તે સંઘર્ષમાં સફળ થશે ?

બેન્ડિશ બેન્ડિટ્સ વિશેઃ
અમૃતપાલ સિંગ બિંદ્રા (બેન્ગ બાજા બારાત) દ્વારા પ્રોડ્યુસ અને નિર્મિત તેમ જ આનંદ તિવારી (લવ પર સ્ક્વેર ફૂટ) દ્વારા દિગ્દર્શિત સંપૂર્ણ નવી એમેઝોન ઓરિજિનલ સિરીઝ બેન્ડિશ બેન્ડિટ્સ અત્યંત અલગ અલગ સંગીત પાર્શ્વભૂના બે યુવા પરફોર્મરોની પ્રેમકથા છે. દસ ભાગની આ સિરીઝમાં ઊભરતી પ્રતિભા રિત્વિક ભૌમિક (ધુસર) હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક રાધે અને પોપસ્ટાર તમન્ના તરીકે શ્રેયા ચૌધરી (ડિયર માયા) છે. તેમની સાથે પીઢ કલાકારો નસીરૂદ્દીન શાહ (અ વેડનસડે, ધ લીગ ઓફ એક્સ્ટ્રાઓર્ડિનરી જેન્ટલમેન), અતુલ કુલકર્ણી (પેજ 3, રંગ દે બસંતી), કુનાલ રોય કપૂર (લવ પર સ્ક્વેર ફૂટ, દિલ્હી બેલી), શીબા ચઢ્ઢા (મિરઝાપુર, તલાશ) અને રાજેશ તૈલંગ (મિરઝાપુર, ધ સેકંડ બેસ્ટ એક્ઝોટિક મેરિગોલ્ડ હોટેલ)નો સમાવેશ થાય છે.

બેન્ડિશ બેન્ડિટ્સ 4થી ઓગસ્ટ, 2020ના રોજ રિલીઝ થશે અને લોકપ્રિય અંગ્રેજી ફિલ્મ જેમિની મેન (22 જુલાઈ), કન્નડ ડાયરેક્ટ- ટુ- સર્વિસ ટાઈટલ ફ્રેન્ચ બિરયાની (24 જુલાઈ), બર્ડસ ઓફ પ્રે (29 જુલાઈ), શકુંતલા દેવીના ડાયરેક્ટ- ટુ – સર્વિસ વર્લ્ડ પ્રીમિયર (31 જુલાઈ) અને એમેઝોન ફનીઝ- પ્રાઈમ ડે સ્પેશિયલ, ભારતભરમાં આખો દિવસ ચાલતો 14 સ્ટેન્ડ-અપ કોમિક્સનો હાસ્યનો જલસો ,સાથે પ્રાઈમ ડે 2020 સુધી કન્ટેન્ટ ઓફરની એમેઝોનની પ્રાઈમ વિડિયોની લાઈન-અપનો હિસ્સો છે.

Right Click Disabled!