ઓનલાઇન એક રૂપિયો ટ્રાન્સફર કરી ભેજાબાજે ૭૯ હજાર રૂપિયા પડાવ્યા

Spread the love

વડોદરા,
ઓનલાઇન એક રૂપિયો ટ્રાન્સફર કરાવીને રૂપિયા ૭૯,૫૧૧ ટ્રાન્સફર કરી લેવાનો કિસ્સો સાઇબર ક્રાઇમમાં નોંધાયો છે. ભેજાબાજે એ.ટી.એમ. બંધ થઇ ગયું હોવાનું જણાવી ગ્રાહકને વિશ્વાસમાં લઇ છેતરપિંડી કરી હતી.
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી મહાવીર સ્વામીની પોળમાં અંકિતભાઇ દુષ્યંતભાઇ ગાંધી પરિવાર સાથે રહે છે. અને મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી એડવાન્સ ઇલેકટ્રોનિક સિસ્ટમ નામની કંપનીમાં ડેટા ઓપરેટર તરીકે નોકરી કરે છે. ૬ માર્ચના રોજ તેઓના પિતા દુષ્યંતભાઇ ગાંધી ઉપર ફોન આવ્યો હતો. તેને જણાવ્યું કે, હું બેંક બરોડાની હેડ ઓફિસથી બોલુ છું. તમારું બે વર્ષથી એ.ટી.એમ. બંધ છે. તમારૂ તેમાં જાઇન્ટ એકાઉન્ટ છે. જેમાં અંકિત ગાંધી, દુષ્યંતભાઇ, સંગીતાબહેન ગાંધી અને ધ્રુવીબહેન ગાંધીના નામ છે.
ભેજાબાજે નામો આપતા દુષ્યંતભાઇને તેના ઉપર વિશ્વાસ આવ્યો હતો. અને ભેજાબાજે જણાવ્યા મુજબ યુ.પી.આઇ.થી એક રૂપિયો ટ્રાન્સફર કરવા માટે જણાવ્યું હતું. પરંતુ દુષ્યંતભાઇને મોબાઇલ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરતા આવડતું ન હતું. આથી તેઓએ તેમના પુત્ર અંકિતભાઇનો નંબર આપ્યો હતો. દરમિયાન ભેજાબાજે અંકિતભાઇને ટીમ વ્યુવર નામની એÂપ્લકેશન ડાઉનલોડ કરાવી હતી. તે બાદ ગુગલ પેથી એક રૂપિયો ટ્રાન્સફર કરાવી તેઓના એકાઉન્ટમાંથી રૂપિયા ૭૯,૫૧૧ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને લઇ છેતરપિંડી કરી હતા. જે અંગેની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહ હાથ ધરી છે.

Right Click Disabled!