કંગનાએ પાલિકા પાસેથી બે કરોડ માગ્યા

કંગનાએ પાલિકા પાસેથી બે કરોડ માગ્યા
Spread the love

મુંબઇ પિટિશનમાં અભિનેત્રીએ કહ્યું કે પાલિકાએ 9 સપ્ટેમ્બરે તેની બાંદરાની ઑફિસમાં ગેરકાયદે ડિમોલિશન કરીને બંગલાનો 40 ટકા જેટલો હિસ્સો તોડી પાડ્યો છે જેમાં ઝુમ્મર સોફા, દુર્લભ આર્ટ-વર્ક જેવી વસ્તુઓનો સમાવેશ છે કંગના રનોટે બૉમ્બે હાઈકોર્ટમાં કરેલી સુધારિત પિટિશનમાં પાલિકા પાસેથી વળતરરૂપે બે કરોડ રૂપિયાની માગણી કરી છે. આ પિટિશનમાં અભિનેત્રીએ કહ્યું કે, પાલિકાએ 9 સપ્ટેમ્બરે તેની બાંદરાની ઑફિસમાં ગેરકાયદે ડિમોલિશન કરીને બંગલાનો 40 ટકા જેટલો હિસ્સો તોડી પાડ્યો છે જેમાં ઝુમ્મર, સોફા, દુર્લભ આર્ટ-વર્ક જેવી વસ્તુઓનો સમાવેશ છે. નોટિસ ફટકાર્યાના 24 કલાકમાં જ પાલિકાએ ડિમોલિશન કરતા કંગનાએ પૂર્વનિર્ધારિત અને વિકૃત ગણાવીને પડકાર્યું છે.

9 સપ્ટેમ્બરે કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીએ ડિમોલીશન પર સ્ટે મેળવવા માટે 29 પાનાંની પિટિશન ફાઈલ કરી, ત્યારબાદ 10 સપ્ટેમ્બરે થયેલા સુનાવણીમાં બૉમ્બે હાઈ ક્રોટે કહ્યું હતું કે, 14 સપ્ટેમ્બર સુધીમાં તેઓ સુધારિત પિટિશન ફાઈલ કરશે. હવે સુધારિત પિટિશન 92 પાનાંની છે. કંગનાએ કહ્યું કે, 9 સપ્ટેમ્બરની સવારે જ્યારે મારા વકીલે ડિમોલિશન પર સ્ટે મેળવવા બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી અને એની સુનાવણી બપોરે સાડા બાર વાગ્યે થશે એમ નક્કી થયું એ પછી મારો વકીલ જ્યારે બંગલા પર વૉર્ડ-ઑફિસરને પિટિશનની કૉપી આપવા ગયો ત્યારે તેમણે બંગલાને અંદરથી લૉક કરીને અને વકીલને અવગણીને ડિમોલીશન ચાલુ રાખ્યું હતું આ બાબતની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે છે

kanganaranau_d.jpg

Right Click Disabled!