કચરાની ગાડી આગમાં બળીને ખાખ

કચરાની ગાડી આગમાં બળીને ખાખ
Spread the love

અમદાવાદ: જગતપુર- ગોતા વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવા આવતી એક ગાડી આગમાં બળીને રાખ થઇ ગઇ હતી.વહેલી સવારે જગતપુર ક્રોસિંગ વિસ્તારની સોસાયટીઓમાંથી લીલો અને સૂકો કચરો ઉપાડી જતાં વાહનમાં અચાનક જ આગ લાગતાં એન્જિન સહિત આગળનો ભાગ બળી ને ખાખ થઇ ગયો હતો. સતત વધતો ગરમીનો પારો અને બીજી તરફ ખખડેલા મેઇન્ટેનન્સ વગરના વાહનો કચરો ઉપાડવા અમદાવાદ શહેરના માર્ગો પર ફરી રહ્યા છે.
AMC વતી કામ કરતા કોન્ટ્રાકટરના વાહનો જર્જરિત હાલતમાં શહેરના માર્ગો પર ફરી રહ્યા છે રહીશો અને ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

743a00e1-a20e-4955-a810-579ee24b6306.jpg

Right Click Disabled!