કચ્છમાં મુસ્લિમ બિરાદરોએ સાદગીથી ઇદની ઉજવણી કરી

કચ્છમાં મુસ્લિમ બિરાદરોએ સાદગીથી ઇદની ઉજવણી કરી
Spread the love

ભુજ: જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં ઇદ-ઉલ-અઝહા બકરી ઇદની કોરોના વૈશ્ર્વિક મહામારી વચ્ચે સાદગીથી વિવિધ સેવાકાર્યો સાથે ઉજવણી કરાઇ હતી. ભુજમાં જૂની બકાલી કોલોનીમાં આવેલી અલીફ મસ્જિદ ખાતે સવારે મુસ્લિમ બિરાદરોએ સામાજિક અંતર સાથે ઇદ નમાજ અદા કરી હતી. મૌલાના કમરૂદિન હીજાજીએ નમાજ પઢાવી હતી. આ તકે ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાંથી કોરોનાની નાબૂદી અને અમન શાંતિ માટે દુઆ કરાઇ હતી.

ભુજ સહિત સમગ્ર જિલ્લામાં સરકારની ગાઇડલાઇન મુજબ સાદગીથી ઇદની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની સંસ્થા શાહે જીલાન યુવક મંડળ દ્વારા એચ.આઇ.વી.ગ્રસ્ત બાળકોને કપડાની જોડી અને મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતા મનીષ બારોટ, શંભુભાઇ ઠક્કર, અમીરઅલી લોઢિયા, શંકરભાઇ એલ. સચદે, ડો. અકબરઅલી રહેમાણી, આરીફ મેમણ, મહમદ સિધિક જુણેજા, પ્રભુલાલ ચૌહાણ, અકીલ મેમણ સહિતનાઓએ સહકાર આપ્યો હતો.

download.jpg

Right Click Disabled!