કચ્છ જીલ્લા પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા રક્તદાન કેમ્પ

અદાણી હોસ્પિટલ, લેવા પટેલ હોસ્પિટલમાં લોહીની ઘટની જાણકારી મળતા રક્તદાન કેમ્પનું આયોજન જીલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલ. આ રક્તદાન કેમ્પમાં ૩૦૦ સી.સી.રક્ત ની ૫૦ બોટલ એકઠી કરી જરૂરિયાત મંદોને પૂરી પાડવા કર્મચારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. રક્ત આપેલ તમામ કર્મચારીઓને અભિનંદન. કર્મચારીઓને પ્રોત્સાહન માટે ઉપસ્થિત રહેલ ઉપપ્રમુખશ્રી, તમામ શાખાધ્યક્ષ, ત્રીજા વર્ગ કર્મચારી મંડળના તમામ હોદેદારોનો આભાર માનવામાં આવે છે.
