કડીના ઇન્દ્રાડ સીમમાં આવેલ કંપનીમાં કેમિકલ બ્લાસ્ટથી ભયંકર આગ ફાટી નીકળી

કડીના ઇન્દ્રાડ સીમમાં આવેલ કંપનીમાં કેમિકલ બ્લાસ્ટથી ભયંકર આગ ફાટી નીકળી
Spread the love

કડી તાલુકાના ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલ ઝેડકેમ પ્રા.લિમિટેડ નામની કેમિકલની ફેકટરીમાં કેમિકલ બ્લાસ્ટ થી ભયંકર આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે.આગ ની ઘટનાની જાણ થતાં કડી નગરપાલિકા તેમજ મહેસાણા ઓ.એન.જી.સી. સહિતના ફાયર ફાઈટરોએ બે થી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

કંપનીમાં ફાયર એન્ડ સેફટીની સુવિધાનો સંપૂર્ણ અભાવ

ઘણા સમયથી કડી તાલુકો ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે સારી પ્રગતિ કરી રહ્યો છે.કડી તાલુકાના વિવિધ ક્ષેત્રમાં ઘણી બધા ઔધોગિક એકમો આવેલા છે જેમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ,ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય છે.કડી તાલુકો ઔધોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેની સાથે પ્રદુષણ માં પણ વધારો જોવા મળી રહ્યો છે.તાલુકામાં આવેલ કેટલાક ઔધોગિક એકમો પોતાના અંગત ફાયદાસરુ પ્રદુષણ કે લોકોના જીવને જોખમમાં મુકતા અચકાતા ના હોવાનું જોવા મળે છે જેનો દાખલો આજે તાલુકાના ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલ ઝેડકેમ પ્રા. લિમિટેડ નામની કંપનીમાં લાગેલી ભયંકર આગથી જોવા મળે છે.

કંપનીમાં લાગેલ ભીષણ આગમાં કંપનીમાં કામ કરતા કોઈ કર્મચારીને ઇજા પહોંચી નથી પરંતુ જાણવા મળી રહ્યું છે કે કંપનીના સંચાલક દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદાસરુ સરકારી નીતિનિયમોને નેવે મૂકી ફાયર સેફટી કે બીજી કોઈ સુવિધા વિના કંપની ચલાવવામાં આવી રહી હોવાની અંગત સૂત્રો પાસેથી માહિતી મળી છે. ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલ ઝેડકેમ પ્રા. લિમિટેડ કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ દ્વારા શુક્રવાર બપોરના સમયે લાગેલી ભીષણ આગ ની ઘટના ઝેડકેમ કંપની માટે નવી નથી. ચાર પાંચ વર્ષ અગાઉ પણ આ જ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી પરંતુ કંપની સંચાલકોએ કોઈ બોધપાઠ લીધો નહિ હોવાનું જોવા મળી રહ્યું છે.

કંપનીમાં લાગેલ આગ એટલી ભીષણ હતી કે ભયંકર આગના બ્લાસ્ટથી કંપનીનું ધાબુ અને પતરાનો શેડ સંપૂર્ણ પણે ધરાશાયી થયી ગયો હતો તેમ છતાં કંપનીના સંચાલકોએ પોતાની બેદરકારી છુપાવવા તંત્રને જાણ કર્યા વિના ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.કંપનીમાં ફાયર સેફટી ની સુવિધાનો સંપૂર્ણ અભાવ હોવાના કારણે કડી નગરપાલિકા,કલોલ તેમજ મહેસાણા ઓ.એન.જી.સી. ના ફાયર ફાયટરો દ્વારા બે થી અઢી કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી.આગ લાગી ત્યારે કંપનીમાં કામ કરી રહેલા પાંચ કામદારોનો આબાદ બચાવ થયેલો જોવા મળ્યો હતો.

02 01 IMG-20200904-WA0070.jpg

Right Click Disabled!