કડીના કલ્યાણપુરા ગામમાંથી વિદેશી દારૂ ઝડપાયો

કડીના કલ્યાણપુરા ગામમાંથી વિદેશી દારૂ ઝડપાયો
Spread the love

કડી તાલુકાના કલ્યાણપુરા ગામનો રહીશ બહાર થી વિદેશી દારૂ લાવી ગામમાં દારૂનું છૂટક વેચાણ કરતો હોવાની બાતમી ને આધારે બાવલું પોલીસ મથક ના મહિલા પી.એસ.આઈ.સોનારા સહિતના સ્ટાફે ગામમાં રેડ કરી ઘર ની બાજુની દીવાલની ઝાડીઓમાં દારૂ સંતાડી વેચાણ કરતો એક શખ્સ ઝડપાયી ગયો હતો.બાવલું પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ગતિવિધિ તેજ કરી છે. બાવલું પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ.એસ.એન.સોનારા સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે પંથોડા કેનાલ પાસે આવતા પી.એસ.આઈ.સોનારા ને બાતમી મળી હતી કે કલ્યાણપુરા ગામમાં અમુક શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી છૂટક વેચાણ કરે છે.

જેથી સ્ટાફે કલ્યાણપુરા ગામની સાતુનીયા શેરી નં.૯ ના રોડ ઉપર આવેલ છેલ્લા મકાનમાં રહેતા ઘનશ્યામભાઈ ઉર્ફે જાડીયો નાનજીભાઈ પટેલને તેના મકાનની દીવાલની બાજુમાં આવેલ બાવળની ઝાડીમાં વેચાણ માટે લાવેલ વિદેશી દારૂની બોટલ નંગ ૨૨ કીમત ૬૬૦૦/- રૂ. સાથે ઝડપી પાડ્યો હતો જેમાં તેણે ઠાકોર મહેશજી બાબુજી રહે.કલ્યાણપુરા તા.કડીવાળા સાથે ભાગીદારીમાં વિદેશી દારૂના વેચાણનો ગેરકાયદેસર વેપાર કરતો હોવાનું કબુલ્યું હતું જેથી બાવલું પોલીસે પટેલ ઘનશ્યામભાઈ ઉર્ફે જાડીયો નાનજીભાઈની ધરપકડ કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ નો ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

IMG-20200320-WA0021.jpg

Right Click Disabled!