કડીના કુંડાળ ગામમાં LCB ત્રાટકી, 7 જુગારીઓ ઝબ્બે

કડીના કુંડાળ ગામમાં LCB ત્રાટકી, 7 જુગારીઓ ઝબ્બે
Spread the love
  • કડીના કુંડાળ ગામમાં લાઈટના અજવાળે જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા

કડીના કુંડાળ ગામમાં જય સોમનાથ રો-હાઉસ સોસાયટીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે ચાલી રહેલા જુગારમાં મહેસાણા એલ.સી.બી.એ ખાનગી બાતમીના આધારે રેડ કરી જુગાર રમી રહેલા સાત જુગારીઓને રૂ.૯૩,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.મહેસાણા એલ.સી.બી.એ કડી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા જુગારીઓ વિરુદ્ધ જુગારધારા પ્રતિબંધિત અધિનિયમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. કડી પંથકમાં પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થતાની સાથે જ જુગાર ની મૌસમ પુર જોશમાં શરૂ થયી ગયી હોવાનું જોવા મળી રહ્યું છે.ગણતરીના દિવસો પહેલા કડી પોલીસે કરણનગર ની સીમમાંથી જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડ્યા બાદ મહેસાણા એલ.સી.બી.એ મંગળવારના રોજ કડીના કુંડાળ ગામમાંથી સાત જુગારીઓને ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ ફેલાયી જવા પામ્યો છે.

મહેસાણા એલ.સી.બી મંગળવારના રોજ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતી દરમ્યાન કડી-કલોલ હાઇવે ઉપર એન.સી.દેસાઈ પેટ્રોલ પંપ નજીક આવતા તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કુંડાળ ગામમાં જય સોમનાથ રો-હાઉસ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે ગોસ્વામી દર્પણગીરી ઉર્ફે જીગો બહાર થી માણસો બોલાવી પોતાના અંગત આર્થિક ફાયદાસરુ તીન-પત્તિ નો જુગાર રમાડી રહ્યો છે જેથી મહેસાણા એલ.સી.બી.એ બાતમી ના આધારે જગ્યાએ જઈ દૂર થી જુગાર ની હકીકત તપાસતા જુગારીઓ લાઈટના અજવાળે ગોળ કુંડાળું વળી જુગાર રમતા હોવાનું ધ્યાને આવતા તેમણે જુગાર વાળા સ્થળ ઉપર રેડ કરી જુગાર રમતા જુગારીઓને કોર્ડન કરી જુગાર રમવાના સાહિત્ય સહિત ઝડપી પાડ્યા હતા.જુગારીઓ પાસેથી રોકડ રૂ.૩૪,૧૦૦/- અને મોબાઈલ સહિત કુલ રૂ.૯૩,૨૦૦/- ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જુગારીઓને કડી પોલીસ સ્ટેશન લાવી ગુન્હો નોંધી વધુ તપાસ હે.કો.સંદીપ પટેલે હાથ ધરી છે.

IMG-20200706-WA0000.jpg

Right Click Disabled!