કડીના કુંડાળ ગ્રામ પંચાયત દ્વારા ઠંડા પીણાના વેચાણ પ્રતિબંધ ફરમાવાયો

કડીના કુંડાળ ગ્રામ પંચાયત દ્વારા ઠંડા પીણાના વેચાણ પ્રતિબંધ ફરમાવાયો
Spread the love

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કડી તાલુકાના કુંડાળ ગ્રામ પંચાયત દ્વારા ઠંડપીણાં,કોલડ્રિન્કસ તેમજ પેપ્સી અને બરફના ગોળા સહિતના વેચાણો ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે અને દુકાનદારો,મોલ,હોટેલો,ગલ્લાવાળા અને લારીવાળાઓને નોટીસ આપી સૂચના અપાયી છે. આ અંગે ગ્રામપંચાયતના સરપંચ રમેશભાઈ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા હેલ્થ એડવાઇઝરીના અનુસંધાનમાં જ્યાં સુધી કોરોના વાયરસ કાબુમાં ના આવે અને ગ્રામ પંચાયત દ્વારા આ અંગે બીજો આદેશ જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી તેનો અમલ કરવાનો રહેશે .સુચનાનો ભંગ કરનાર સામે રૂ.૧૦૦૦ કાયદાકીય રીતે દંડ વસુલવામાં આવશે.આ ઉપરાંત તેમણે અત્યાર સુધીમાં સુચનામાં અમલ કરાયેલ પીણાનું વેચાણ કરનાર 43 જેટલા એકમોને નોટીસ આપી ભવિષ્યમાં આનો ભંગ ના થાય તેવી સૂચના આપવામાં આવી છે.

IMG-20200320-WA0019.jpg

Right Click Disabled!