કડીના વામજ ગામની પરિણીતાએ શરીર સંબંધ માટે દબાણ કરતાં ઝેરી દવા પી લીધી

કડીના વામજ ગામની પરિણીતાએ શરીર સંબંધ માટે દબાણ કરતાં ઝેરી દવા પી લીધી
Spread the love

કડી ના વામજગામમાં ઇન્દિરા નગરમાં રહેતી યુવતીના લગ્ન ઇન્દ્રાડ ગામે એકાદ વર્ષ પહેલાં થયા હતા.વામજ ગામમાં રહેતા જુના પ્રેમીએ યુવતીના લગ્ન થયી ગયા હોવા છતાં પતિને છોડી ને તેની સાથે લગ્ન તેમજ વારંવાર શરીર સબંધ બાંધવા દબાણ કરતા યુવતીએ ઘરના સંડાસમાં ઝેરી દવા પી મોત વહાલું કર્યું હતું.

કડીના વામજ ગામની યુવતીના લગ્ન ઇન્દ્રાડ ગામમાં જાતિના રીત રીવાજ મુજબ એકાદ વર્ષ પહેલાં થયા હતા.યુવતી એકાદ મહિના પહેલા સાસરી માંથી પિતૃગૃહે આંટો મારવા આવ્યા બાદ ઘરના લોકો દ્વારા સાસરીમાં જવા કહેવા છતાં યુવતી સાસરીમાં જતી નહોતી જેથી યુવતીના પિતાએ યુવતીને પૂછતાં યુવતીએ જણાવ્યું કે વામજ ગામના સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ જોડે લગ્ન પહેલા પ્રેમ સબંધ હતો પરંતુ લગ્ન થયી ગયા બાદ યુવતીએ યુવકને પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા આરોપી યુવકે યુવતીને તેના પતિને છોડી તેની જોડે લગ્ન કત્વ તેમજ વારંવાર શરીર સબંધ બાંધવા દબાણ કરતો હતો અને તેની વાત નહીં માને તો યુવતીની સાસરીમાં પ્રેમ સબંધ ની વાત કરી તેણીનીનું લગ્ન જીવન તોડાવી નાખવાની ધમકી આપતા યુવતીએ ઘરના સંડાસમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
યુવતીના પિતાએ કડી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.

IMG-20200802-WA0010.jpg

Right Click Disabled!