કડીના સૂરજ ગામની સીમમાંથી ઓઈલ ચોરો ઝડપાયાં

કડીના સૂરજ ગામની સીમમાંથી ઓઈલ ચોરો ઝડપાયાં
Spread the love

કડી તાલુકાના સૂરજ ગામની સીમમાં મોયણ ગામ તરફ જવાના રસ્તા ઉપર ઓ.એન.જી.સી.ના 270 નંબર ના વેલ ઉપર બહાર થી ટેન્કર મંગાવી પ્લાસ્ટીક ની પાઇપ દ્વારા ચોરી કરતા ચાર ઈસમો માંથી એક ઈસમ અને વોચ માં બેઠેલા બે ઇસમોની મહેસાણા એસ.આર.પી.એ ઝડપી લઈ કડી પોલીસ ને સોંપી રાષ્ટ્રીય સંપત્તિ ને નુકશાન કરી તથા તેની ચોરી કરવાની ફરિયાદ નોંધાવી હતી.કડી પોલીસે ગુન્હો નોંધી બીજા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

મહેસાણા એસ.આર.પી.ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી તાલુકાના સૂરજ ગામની આજુબાજુના ઓ.એન.જી.સી.ના વેલ ઉપર ઓઇલ ચોરી સક્રિય બની છે જેથી એસ.આર.પી.ની.ટુકડી ઓઇલ ચોરી ની ઘટનાને અટકાવવા ગુરુવાર સાંજે છ વાગે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને સૂરજ ગામના પાટીયા નજીક બસ સ્ટેન્ડ પાસે બે અજાણ્યા ઈસમો શંકાસ્પદ હાલતમાં જી જે 18 એ.વાય.3838 નંબર ની રિક્ષામાં રાત્રીના નવ વાગે બેસેલા જોવા મળ્યા જેથી તેમણે તેમને યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતા તેમના નામ મહેશજી બાબુજી ઠાકોર રહે.ચાલાસણ તા:જોટાણા અને બીજો ઈસમ અક્રમહુસેન ઇકબાલ હુસેન શેખ રહે.મંડાલી તા:કડી વાળો હોવાનું ખુલ્યું હતું .

બાદમાં તેમણે સૂરજ થી મોયણ ગામ જવાના રસ્તા ઉપર આવેલ ઓ.એન.જી.સી.ના 270 નંબર ના વેલ ઉપર બહાર થી ટેન્કર મંગાવી મુકેશજી ઠાકોર,કાળાજી ઠાકોર બન્ને રહે.સૂરજ તા:જોટાણા અને સલીમ તોતડો રહે.મંડાલી તા:કડી વાળા ઓઇલ ચોરી કરે છે અને તેમને ત્યાં વોચમાં બેસાડેલ છે જેથી એસ.આર.પી.ના માણસોએ તેમને સાથે રાખી તેમની બતાવેલ જગ્યા ઉપર રેડ કરતા આરોપીઓ તેલ કુવાના વાલ્વમાં ફલેન્જ લગાવી પાના પક્કડ દ્વારા પ્લાસ્ટીક ની પાઇપ લગાવી ક્રૂડ ઓઇલ ની ચોરી કરી રહ્યા હતા.

ઓઈલચોરો એસ.આર.પી.ના અધિકારીઓને જોતા તેઓ ટેન્કર મૂકી બાવળ ની ઝાડીઓમાં ભાગ્યા હતા પરંતુ એસ.આર.પી.ના અધિકારીઓએ તેમનો પીછો કરી ટેન્કર ડ્રાઇવર ચંચલકુમાર ભાગમલ ઉપ્પલ રહે.એ-4 હરીદર્શન સોસા.રનોલી વડોદરા વાળાને ઝડપી લઈ કડી પોલીસ ને હવાલે કર્યા હતા. કડી પોલીસે એસ.આર.પી.ગ્રૂપ 15 ના એ.એસ.આઈ.ભરતજી ગોબરજી ની ફરીયાદ લઈ આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સંપત્તિ ની ચોરી અને તેના નુકશાન નો ગુન્હો નોંધી ફરાર આરોપીઓ ને ઝડપી પાડવા ગતિવિધિઓ તેજ કરી હતી.

ઓઈલચોરોએ સિફત પૂર્વક 20,000 લીટર જેટલું ક્રૂડ ઓઇલ મોડ્સ ઓપરેન્ડી થી કાઢી લીધું હતું

આરોપીઓ દ્વારા તેલ કુવાના વાલ્વમાં ફ્લેન્જ લગાવી પાનાં પક્કડ થી પ્લાસ્ટીકની પાઇપ લગાવી મોડસ ઓપરેન્ડી થી લાવેલ ટેન્કરમાં 20,000જેટલું ક્રૂડ ઓઇલ ભરી લીધું હતું જો એસ.આર.પી.ના અધિકારીઓ થોડો સમય મોડા પડ્યા હોત તો ઓઈલચોરો પાંચ લાખના ક્રૂડ ઓઇલ સાથે રફુચક્કર થયી ગયા હોત.

IMG-20200320-WA0022.jpg

Right Click Disabled!