કડીમાં કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મુદ્દે આપવામાં આવેલ આવેદનપત્રમાં જોવા મળ્યા છબરડા

કડીમાં કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મુદ્દે આપવામાં આવેલ આવેદનપત્રમાં જોવા મળ્યા છબરડા
Spread the love
  • કડીમાં પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે મામલતદાર ને આવેદન પત્ર આપ્યું:- આવેદન પત્રમાં કોંગ્રેસના બદલે પ્રજા શક્તિ મોર્ચાનો ઉલ્લેખ
  • છેલ્લા થોડા દિવસ થી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત થયી રહેલા વધારાના વિરોધમાં કડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બુધવારના રોજ આવેદનપત્ર આપવામા આવ્યું
  • કડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં પેટ્રોલ-ડિઝલમાં થયી રહેલા સતત ભાવ વધારાના વિરોધમાં કડી તાલુકા કોંગ્રેસ સમિતિના સભ્યોએ કડી મામલતદાર ને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો.
  • આવેદન આપવા ગયેલા કોંગ્રેસના આગેવાનોમાં સોશિયલ ડિસ્ટન્સ ભુલાયું, પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કડી કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં છબરડા જોવા મળ્યા

પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાના મુદ્દે કડી મામલતદારને આવેદન આપવા ગયેલા કોંગી આગેવાનોમાં કોરોના વાયરસનો કોઈ ભય ના હોય એમ સરકારી ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું. છેલ્લા થોડા દિવસ થી પેટ્રોલ-ડીઝલ માં થયી રહેલા ભાવ વધારાના વિરોધમાં બુધવારના રોજ કડીના કોંગી આગેવાનો મામલતદાર ને આવેદન આપ્યું હતું જેમાં આવેદનપત્રમાં મોટો છબરડો હોવાનું જણાયી આવ્યું હતું.

કડી તાલુકા કોંગ્રેસ સમિતિના લેટરપેડ ઉપર આપવામાં આવેલા આવેદનપત્રમાં કોંગ્રેસ ની જગ્યાએ પ્રજા શક્તિ મોર્ચાનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.કોંગી આગેવાનો આવેદનપત્ર સરખી રીતે લખી શકતા ના હોય તો પ્રજા ના પ્રશ્નો માટે સરકાર સામે કેવી રીતે લડી શકશે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.આવેદનપત્ર માં પ્રજા શક્તિ મોર્ચા ના ઉલ્લેખ વિશે કડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહોતજી ઠાકોરે પ્રથમ આવો કોઈ ઉલ્લેખ ના હોવાનું કહ્યું હતું ત્યારબાદ પ્રજા ના પ્રશ્નો માટે છે એટલે પ્રજા શક્તિ શબ્દ વાપરવામાં આવ્યો હોવાનું વાહિયાત બચાવ કરતા જોવા મળ્યા હતા.

IMG-20200625-WA0040.jpg

Right Click Disabled!