કડીમાં કોરોનાનું સંક્રમણ વધ્યું આજે આવ્યા નવા 4 કેસ

કડીમાં કોરોનાનું સંક્રમણ વધ્યું આજે આવ્યા નવા 4 કેસ
Spread the love

કડીમાં કોરોના બેફામ બન્યું હોય તેમ દરરોજ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે આજે કડીમાં કોરોના વાયરસના નવા બે કેસ નોંધાતા આરોગ્ય તંત્રમા સંક્રમણથી ચેન તોડવામાં દોડધામ મચી છે. અનલોક-૧ બાદ છુટ મળતાં કડીથી નોકરી કે વ્યવસાય કરતા લોકો અમદાવાદ-ગાંધીનગરમાં ડાઉન કરતાં હોવાથીદરરોજ કેસો સામે આવી રહ્યા છે. આજે આવેલા બે કેસોમાંથી એકને અમદાવાદ અને એકને ગાંધીનગર સારવાર અર્થે ખસેડાયા છે.

મહેસાણા જિલ્લાના કડી તાલુકો કોરોના હોટસ્પોટ એરિયા તરફ આગળ વધી રહ્યો હોય તેમ રોજ કેસો આવતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે આજે કડીના ભાૂપુરા સમૃદ્ધિ રેસિડેન્ટ રહેતા ૪૯ વર્ષીય મદનકુમાર મહેતા અને ગોવિંદપુરામાં રહેતા ૫૭ વર્ષીય રાજુભાઇ પટેલનો કારોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આરોગ્ય તંત્ર દ્વારા સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

આજે મહેસાણામાં ૨૫ સેમ્પલનું રિઝલ્ટ આવ્યું હતું જેમાંથી ખાનગી લેબમાં આજે ૨ નવા લોકોનો કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ તરફ આજે મહેસાણામાં ૨ લોકો કોરોના સામે જંગ જીતતા તેમને રજા આપવામાં આવી છે મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી ૨૪૧ કોરોના કેસ નોંધાયા છે જેમાંથી હાલ ૪૯ કેસ એક્ટિવ છે આ તરફ જિલ્લામાંથી કુલ ૧૬૮ લોકો સાજા થતા તેમને રજા અપાઇ છે.

IMG-20200625-WA0041.jpg

Right Click Disabled!