કડીમાં થોળ રોડ ઉપર તળાવના બહાર તંત્રની જાણ બહાર દશામાની મૂર્તિઓનું વિસર્જન

કડીમાં થોળ રોડ ઉપર તળાવના બહાર તંત્રની જાણ બહાર દશામાની મૂર્તિઓનું વિસર્જન
Spread the love

કડી શહેરમાં છેલ્લા 10 દિવસ થી ચાલતા દશામાંનુ વ્રત ગુરુવારે રાત્રે પૂર્ણ થયું હતું.લોકોએ 10 દિવસ ભક્તિભાવ પૂર્વક પર્વ ઉજવ્યું હતું.શ્રદ્ધાળુઓએ ઘરમાજ માતાજીની પૂજા અર્ચના કરી હતી.કોરોના વાયરસ ના વધતા જતા સંક્રમણ ને લીધે તંત્રએ જાહેરનામું બહાર પાડીને ગામના તળાવ કે કેનાલના અને નદીના પાણીમાં મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ ફરમાવ્યો છે તો પણ લોકોએ શુક્રવાર વહેલી સવારે ગુપચુપ રીતે થોળ રોડ ઉપર આવેલ સિંધેશ્વરી માતાજીના મંદિર જોડે આવેલ તળાવના ની બહાર લોકોએ મૂર્તિઓનું વિસર્જન કરી દીધું હતું. કડી થોળ રોડ ઉપર સિંધવાઈ માતાજી ના મંદિર નજીક આવેલ તળાવ બહાર લોકોએ મનફાવે તે રીતે માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરી દેતા ભક્તોની લાગણી ને ભારે ઠેસ પહોંચી હતી.

IMG-20200801-WA0000.jpg

Right Click Disabled!