કડીમાં નાયબ મુખ્યમંત્રીના જન્મદિને 1111 બોટલના લક્ષ્યાંક સાથે આયોજિત રક્તદાન કેમ્પ ત્રણ જ દિવસમાં પૂર્ણ

કડીમાં નાયબ મુખ્યમંત્રીના જન્મદિને 1111 બોટલના લક્ષ્યાંક સાથે આયોજિત રક્તદાન કેમ્પ ત્રણ જ દિવસમાં પૂર્ણ
Spread the love

કડીમાં વિવિધ ચાર જગ્યાઓ ઉપર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના જન્મદિન નિમિતે ૧૧૦૦ બોટલના લક્ષ્યાંક સાથે શરૂ થયેલ રક્તદાન કેમ્પ ત્રણ દિવસમાં ૧૧૧૧ લક્ષ્યાંક પૂર્ણ થતાં રક્તદાન કેમ્પ પૂર્ણ થયી ગયો છે. શ્રી સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ દ્વારા આયોજિત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના જન્મદિન નિમિતે એક સપ્તાહ સુધી ચાલનાર રક્તદાન કેમ્પ ૧૧૧૪ બોટલ રક્ત ત્રણ જ દિવસમાં એકત્ર થયી જતા રક્તદાન કેમ્પને પૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યો છે.

રક્તદાન કેમ્પ માં ભાજપના કાર્યકરો અને શહેરના નાગરીકો એ સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનેને આધિન ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો જેના લીધે એક સપ્તાહ સુધી ચાલનાર રક્તદાન કેમ્પનું લક્ષ્યાંક માત્ર ૩ જ દિવસમાં પૂર્ણ થયી જવા પામ્યો હતો. રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા શ્રી સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ ના મુકેશભાઇ પટેલ(મેસ્કોટ) સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

FB_IMG_1593086186994.jpg

Right Click Disabled!