કડીમાં ફૂડ વિભાગની રેડ બાદ તેલના કેટલાક વેપારીઓએ દુકાનોના બોર્ડ હટાવી દીધા

કડીમાં ફૂડ વિભાગની રેડ બાદ તેલના કેટલાક વેપારીઓએ દુકાનોના બોર્ડ હટાવી દીધા
Spread the love

કડીમાં થોડા સમયથી કેટલાક વેપારીઓ ખાદ્ય તેલના વેપારીઓ ડુપ્લીકેટ ખાદ્ય તેલ વેચી રહયા હોવાની ફરિયાદોને પગલે થોડા સમય પહેલા મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઓચિંતા રેડ કરી શહેરની ત્રણ પેઢીઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.સેમ્પલના રીપોર્ટ હજુ સુધી આવ્યા નથી પરંતુ શહેરના ખાદ્ય તેલના કેટલાક વેપારીઓએ દુકાનના પાટિયાં ઉતારી દીધેલા જોવા મળી રહ્યા છે. કડીમાં થોડા સમયથી કેટલાક વેપારીઓ ડુપ્લીકેટ તેલ વેચતા હોવાની બુમરાળ ને પગલે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ગયા અઠવાડિયે ખાદ્ય તેલના વેપારીઓને ત્યાં રેડ કરી માર્કેટયાર્ડ પાછળ શ્રીરામ કોમ્પ્લેક્ષમાં આવેલ બાલાજી ટ્રેડર્સ અને રાંદલકૃપા ટ્રેડર્સ તેમજ માર્કેટયાર્ડમાંથી શ્રીરામ એન્ટરપ્રાઇઝ નામની ત્રણ પેઢીઓમાંથી તેલના સેમ્પલ લીધા હતા.

જેના પગલે ડુપ્લીકેટ તેલ વેચી લોકોના સ્વાસ્થ્યને ગંભીર હાનિ પહોંચડતા કેટલાક વેપારીઓમાં ફફડાટ પેસી ગયો હતો જેના પગલે કેટલાક વેપારીઓએ પોતાની દુકાન આગળ લગાવેલા બોર્ડ પણ હટાવી લીધા હોવાનું જોવા મળી રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારી બી.એમ.ગણાવાએ રેડ ની કોઈ માહિતી આપી નહોતી તેમજ વેપારીઓ સાથે મિલીભગત હોય એમ લીધેલ સેમ્પલનું રિઝલ્ટ આવશે ત્યારે જણાવવામાં આવશે એમ કહી કંઈ પણ જણાવવાનો ઇનકાર કર્યો હતો હવે જોવાનું થાય છે કે સેમ્પલનું રીઝલ્ટ શુ આવે છે ? સેમ્પલના રીઝલ્ટ આવ્યા પહેલા કેટલાક વેપારીઓએ દુકાનના બોર્ડ ઉતારી લેતા કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા શહેરમાં ચાલી રહી છે.

IMG-20200715-WA0012.jpg

Right Click Disabled!